ભુજમાં મહિલા સંસ્થા દ્વારા આરોગ્ય જાગૃતિ કેમ્પ

ભુજમાં મહિલા સંસ્થા દ્વારા આરોગ્ય જાગૃતિ કેમ્પ
ભુજ, તા. 10 : પ્રગતિ મહિલા મંડળ દ્વારા અહીં હેલ્થ જાગૃતિ સેમિનાર અને મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. ત્રીરોગ નિષ્ણાત ડો. પન્નાબેન રૂડાણીએ મેનોપોઝ વિશે મહિલાઓને માહિતી આપી હતી. જેમાં શારીરિક અને માનસિક ફેરફાર થવાના ઉપાય માટે ધીરજ રાખવી અને આ સમયને શાંતિથી પસાર કરી ડોક્ટરની સલાહ મુજબ દવા લેવા જણાવ્યું હતું.ડો. યોગેશ વેલાણીએ પણ સેમિનાર સંબંધી માહિતી આપતાં મહિલાઓને દૂધ કે દૂધની  પ્રોડક્ટ ખૂબ વાપરવા પર ભાર મૂક્યો હતો. ગાયનેક ડો. વિન્કલ, ડો. સોનાલી ઠક્કર, ડો. ધર્મેશ પટેલે પણ શારીરિક જાગૃતતા પર ભાર મૂકયો હતો. નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીએ આવા સામાજિક અને હિતકારક કાર્યો કરતા રહેવાની સહયોગની ખાતરી આપી હતી. આ ઉપરાંત ભાનુબેન વી. પટેલ, પૂર્વ પ્રમુખ હેમલતાબેન ગોર, લાયોનેસ પ્રમુખ રેખાબેન વોરા, ડો. યોગેશ વેલાણી, ડો. સુરેશ રૂડાણી, ગાયનેક વિન્કલ પટેલ, ડો. ધર્મેશ પટેલ, બંસરીબેન ધોળકિયા, પ્રકાશભાઇ હળપાણી (લંડન), કે.વી.  વેલાણી, રાધાબેન વાસાણી, રેખાબેન વેલાણી હાજર રહ્યા હતા.મહિલાઓએ સેમિનારનો લાભ લીધો હતો. જ્યારે 180થી વધુએ હેલ્થ, ગર્ભાશય, સ્તન કેન્સર જેવા રોગો, શ્વેતકણ, પેશાબ વગેરેના રોગોનું ચેકઅપ કરાવ્યું હતું. ભગત લેબ ગ્રુપ, જયદીપભાઇ વી. પટેલ, અમિતભાઇ વી. પટેલ તથા પ્રગતિ મહિલા મંડળના વર્ષા હળપાણી, રશ્મિ પોકાર, રેખા ઉકાણી, શિલ્પા રામજિયાણી, ગીતા દડગા, મમતા હળપાણી, નીતા વાસાણી, ઊર્મિલા ગોરાણીએ જહેમત ઉઠાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer