આજની પેઢી જેને ભૂલી રહી છે તે સંસ્કૃતિને કાયમી રાખવા હાકલ

આજની પેઢી જેને ભૂલી રહી છે તે સંસ્કૃતિને કાયમી રાખવા હાકલ
ભુજ, તા. 10 : શહેરમાં ખારી નદી રોડ નાગોર સ્થિત મારૂભાટ પરિવારના વીરારા અલખ ધણી દાદાના મંદિરે પાંચમાં પાટકોરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર ખાતે યોજાયેલા મહોત્સવમાં સાંજે સંતોના સામૈયા સાથે પાટ પૂજા, આરતી, પાટદર્શન બાદ મહાપ્રસાદ, રાત્રે શંકરદાન બારોટ એન્ડ ગ્રુપ દ્વારા સંતવાણી રજૂ કરવામાં આવી હતી.સમાજના પ્રમુખ વેલજીભાઇ બારોટ અધ્યક્ષસ્થાને રહ્યા હતા. જ્યારે ધરતીના લાલ દૈનિકના તંત્રી પ્રકાશકુમાર બારોટ વ્યકિતવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી બોલતાં વેલજીભાઇ બારોટે જણાવ્યું હતું કે, આજની પેઢી જ્યારે જૂની સંસ્કૃતિ ભૂલી રહી છે ત્યારે નવયુવાનો  દ્વારા બારોટ સંસ્કૃતિને કાયમ રાખવા આદરેલા આ પ્રયત્ન બદલ તમામ આયોજકોને બિરદાવ્યા હતા. પ્રકાશકુમાર બારોટે મંદિર નવનિર્માણ માટે જરૂરી યોગદાનની ખાતરી આપી વિચરતી જાતિને એક તાંતણે બાંધવાના પ્રયાસને  અભિનંદન આપી સમાજના તમામ લોકોને આમાં સહભાગી?થવા અપીલ કરી હતી.જિતેન્દ્ર પરમાર, મંદિરના નવનિર્માણનું બીડું ઝડપનાર યુવા આગેવાન જિજ્ઞેશ બારોટનું વિશેષ સન્માન સમાજના પ્રમુખ અને પ્રકાશકુમાર બારોટે કર્યું હતું. રાત્રે યોજાયેલ સંતવાણીમાં ઘોર રૂપે મોટી રકમ જમા થઈ હતી. યુવા બ્રિગેડના ભીમજીભાઇ બારોટ, રવિભાઇ રાઠોડ, કમલેશ મકવાણા,  બાબુભાઇ, હીરાલાલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. સંચાલન શરદ એ. પરમારે અને આભારવિધિ ભરતભાઇ બારોટે કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer