કાલે કોડાય ત્રિવિધ કાર્યક્રમથી ધમધમશે

કાલે કોડાય ત્રિવિધ કાર્યક્રમથી ધમધમશે
કોડાય (તા. માંડવી), તા. 10 : આ ગામમાં નીરણ કેન્દ્ર, સમૂહલગ્ન અને સી.એ. પરીક્ષામાં ભારતમાં દ્વિતીય આવનાર છાત્રને સન્માનવાના ત્રિવેણી કાર્યક્રમો તા. 12/2ના ભવ્ય રીતે યોજાશે.આ કાર્યક્રમની રૂપરેખા અંગે  જૈન મહાજનવાડી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી આપતાં કોડાય જૈન મહાજનના પ્રમુખ અમૂલભાઇ દેઢિયાએ ધર્મ ભકિત પ્રેમ સુબોધસુરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ અને કોડાય વીસા ઓસવાળ જૈન મહાજન દ્વારા માતબર રકમ 1 કરોડના ખર્ચે 1500 જેટલા પશુઓ માટે નીરણ કેન્દ્રનો પ્રારંભ વિવિધ 9 ગાયોના પૂજન સાથે કરવામાં આવશે. પશુઓ માટે ચાડી, પક્ષીઓ માટે કુંડા-ચણ સહિતની વ્યવસ્થા પણ?સખી દાતાઓના સહકારથી કરવામાં આવશે.સામાન્ય પરિવારમાંથી આવતા ગામના શાહીદ શોકત મેમણએ સી.એ.ની ફાઇનલ પરીક્ષામાં ભારતભરમાં દ્વિતીય નંબર હાંસલ કર્યો છે, ત્યારે શાહીદ મેમણનો  ગામના વિવિધ સમાજો દ્વારા સન્માનનો કાર્યક્રમ સવારે 11 વાગ્યે જૈન મહાજનવાડી ખાતે યોજાશે.મહેશ્વરી સમાજના  ધર્મગુરુ નારાણ દેવ લાલણ અને કોડાયરત્ન મુનિ વિદ્યાચંદ્રવિજયજી મ.સા.ના શુભાશિષથી માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજ તથા કોડાય મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં 17 જોડલા લગ્નના બંધને બંધાશે, જેમાં કોડાય જૈન મહાજન અને સમગ્ર ગ્રામજનો અને દાતાઓ સહયોગી રહ્યા છે.સમૂહલગ્નમાં 15 હજાર જેટલી જનમેદની માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ?છે. એલ.ઇ.ડી. ઉપર કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરાશે. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાનો પણ મોટો સહયોગ સાંપડયો હોવાનું જણાવાયું હતું.સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, તારાચંદભાઇ છેડા સહિત  ઉપસ્થિત રહેશે.આ પત્રકાર પરિષદમાં અમૂલભાઇ, શાહીદ મેમણ, હરખચંદ ગાલા, મહેશ્વરી સમાજના શિવજી સીંગરખિયા, પ્રેમજીભાઇ, મનોજ મહેશ્વરી, વિજય ગાલા, જાદવજી શાહ, નિખિલ લાલન, ભાવેશ ટોલિયાએ કાર્યક્રમો ઉપર પ્રકાશ પાડયો હતો. આયોજન મહેશ્વરી સમાજના પ્રમુખ રમેશભાઇ?ચંદે,  રાણશીભાઇ ગઢવી,  સરપંચ કાનજી પટેલ, સુરેશ જોષી, મનજી ડોરૂ સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો સંભાળી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer