લાલચોકમાં ગ્રેનેડ હુમલો : સાત સૈનિક સહિત 11 ઘવાયા

શ્રીનગર, તા. 10 : કાશ્મીરમાં સુરક્ષાદળોના લગાતાર સફળ ઓપરેશનથી બોખલાયેલા આતંકવાદીઓએ રવિવારે શ્રીનગરના લાલ ચોક પાસે હુમલો કરતાં 11 જણ ઘાયલ થયા હતા.પલાડિયમમાં કેન્દ્રીય અનામત પોલીસદળ (સીઆરપીએફ) ટીમ પર નિશાન સાધતાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં સાત સૈનિક અને ચાર નાગરિક ઇજા પામ્યા હતા. ઇજાગ્રસ્તોમાં ચાર જવાન કાશ્મીર પોલીસના છે, તો સીઆરપીએફના  ત્રણ જવાનની સાથોસાથ ચાર સામાન્ય નાગરિક સામેલ છે. આ હુમલા બાદ લાલ ચોક તેમજ આસપાસના ક્ષેત્રોમાં ભારે હડકંપ મચી ગયો હતો.  સુરક્ષાદળોએ  સમગ્ર વિસ્તારને  ઘેરી લઇને તલાશી અભિયાન છેડયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer