મહિલા ટીમના 0-3થી સૂપડા સાફ

હેમિલ્ટન, તા. 10 : ઓપનર સ્મૃતિ મંધાનાની 86 રનની આક્રમક ઇનિંગ્સ છતાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ત્રીજી અને આખરી ટી-20 મેચમાં રસાકસી બાદ માત્ર બે રને હાર સહન કરવી પડી હતી. આથી કિવી ટીમે ભારતીય મહિલા ટીમનો 3-0થી સફાયો કર્યો હતો. કિવી મહિલા ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય મહિલા ટીમ 20 ઓવરના અંતે 4 વિકેટે 1પ9 રને અટકી હતી. સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર આતશી બેટિંગ કરીને તેની આઠમી ફિફટી માત્ર 33 દડામાં પૂરી કરી હતી. જો કે તે ટી-20ની તેની પહેલી સદી ચૂકીને 62 દડામાં 12 ચોગગા અને 1 છગ્ગાથી 86 રને અણીના સમયે કેચ આઉટ થઇ હતી. આથી મેચની સ્થિતિ પલટાઇ હતી. સ્મૃતિની વિકેટ પડી ત્યારે ભારતના 4 વિકેટે 123 રન થયા હતા. આ પછી ટી-20માં વાપસી કરનાર અનુભવી મિતાલી રાજે 20 દડામાં 3 ચોગ્ગાથી 24 અને દીપ્તિ શર્માએ 16 દડામાં 21 રનની ઇનિંગ્સ રમી હતી, પણ ભારતીય મહિલા ટીમે 162 રનનો વિજય લક્ષ્યાંક આંબી શકી ન હતી અને 1પ9 રને અટકી હતી. આખરી ઓવરમાં જીત માટે 16 રનની જરૂર હતી, પણ 13 રન થયા હતા. જેમિમા 21 અને સુકાની હરમનપ્રિત 2 રને આઉટ થયા હતા.આ પહેલાં કિવી મહિલા ટીમ તરફથી ઓપનર સોફી ડિવાઇસે પ2 દડામાં 72, સૂઝી બેટસના 24 અને એમી સેટર્થવટના 31 રનથી 20 ઓવરમાં 7 વિકેટે 161 રન કર્યાં હતા. ભારત તરફથી દીપ્તિ શર્માને બે વિકેટ મળી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer