જીતની નજીક બાદ હારથી અફસોસ: રોહિત

હેમિલ્ટન, તા.10: ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં મળેલા 1-2થી પરાજય બાદ ભારતીય ટીમના કાર્યવાહક સુકાની રોહિત શર્માએ કહ્યંy હતું કે, નજીક પહોંચ્યા બાદ જીત ન મળ્યાનો અફસોસ છે. 210 વધુ રનનો લક્ષ્ય મુશ્કેલ હતો, આમ છતાં અમે ઘણા નજીક પહોંચી ગયા હતા. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ત્રીજી ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડના 4 વિકેટે 212 રનના જવાબમાં ભારતના 6 વિકેટે 208 રન થયા હતા. મેચ બાદ રોહિત શર્માએ સ્વીકાર્યું કે કિવી ટીમ જીતની હકદાર હતી. અમે ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં વન- ડે સિરિઝમાં સારી શરૂઆત કરી અને સતત પકડ જમાવી, પણ ટી-20માં ખેલાડીઓ આ પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યા નહીં. અહીંનો અનુભવ સારો રહ્યો. હવે ભવિષ્યની તૈયારી કરશું. અમારે હવે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી રમવાની છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer