મોટા કાંડાગરામાં ફાંસો ખાઇ પરપ્રાંતીયનો અકળ આપઘાત

ભુજ, તા. 10 : મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામે મૂળ રાજ્ય બહારના વતની એવા મનૈયાનાકુમાર અજયકુમાર સિંહ (ઉ.વ. 39)એ ગળેફાંસો ખાઇ કોઇ કારણે મોત વહાલું કરી લીધું હતું.  પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ગઇકાલે  સંધ્યા સમયે આત્મહત્યાની આ ઘટના બની હતી. આ વિશે ગામના આકાશ નામદેવરામ મહેશરામે પોલીસને જાણકરી હતી. મરનારે કયા કારણે આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. સહાયક ફોજદાર હરેશ સોમૈયાએ તપાસ હાથ  ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer