તડીપારીના હુકમનો ભંગ કરી આવેલા કપાયાવાસીને ઝડપાયો

ભુજ, તા. 10 : સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરવાના અનુસંધાને કચ્છ સહિત પાંચ જિલ્લામાંથી તડીપાર કરાયેલો મૂળ બિહારનો વતની રામપ્રવેશ લક્ષ્મણ બિહારી (શાહ) આ આદેશનો ભંગ કરીને આવતાં તેને પકડી પડાયો હતો. પશ્ચિમ કચ્છ પોલીસની એલ.સી.બી.ની ટુકડીએ મુંદરાની ભાગોળે વિલમાર કંપની પાસેથી આ શખ્સને પકડી પાડયો હતો. આરોપી નાના કપાયા ખાતે રહે છે અને તેને હદપાર કરાયા બાદ તે ગેરકાયદે આવતાં તેને ઝડપી તેની સામે આ વિશે અલગથી ગુનો નોંધાયો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer