નવો ટાંકો, નવી મોટર છતાં પાણી વિના તરસતું ન્યૂ અરિહંતનગર

ભુજ, તા. 10 : શહેરના ન્યૂ અરિહંતનગર ખાતે નવો ટાંકો બનવા છતાં પાણીના અનિયમિત વિતરણને પગલે રહેવાસીઓ પરેશાન બન્યા છે.આ અંગે મહિલાઓએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, જીવન જરૂરી એવા પાણીનું અહીં 20-20 દિવસથી યોગ્ય વિતરણ નથી કરાતું. આ અંગે અનેકવાર ફરિયાદ કરવા છતાં સુધરાઇ દ્વારા કોઇ દાદ મળતી નથી. ટાંકો નવો બનાવ્યો છે પણ તેમાંથી પાણી વિતરણ કરાતું નથી. વળી, નવી મોટર હોવા છતાં થોડા-થોડા દિવસે બળી જાય છે તેવું પણ રહેવાસી મહિલાઓએ જણાવ્યું હતું.હજુ તો શિયાળો છે તેમ છતાં આવી હાલત છે તો ઉનાળામાં શું થશે તેની ચિંતા ફેલાઇ છે. સુધરાઇના સત્તાધીશો રહેવાસીઓની મુશ્કેલી સમજે અને દરરોજની જરૂરિયાત એવા પાણી વિતરણનું યોગ્ય આયોજન ગોઠવે તેવી માંગ કરી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer