ગાંધીધામમાં મહિલાઓ વિરુદ્ધ દારૂનો ખોટો કેસ કરાયો હોવાની પોલીસવડાને રજૂઆત

ગાંધીધામ, તા. 10 : શહેરના સપનાનગર વિસ્તારમાં બે મહિલાઓના ઘરમાં પોલીસે દારૂની ખોટી રેઈડ પાડી હોવાની રજૂઆત પોલીસ વડાને કરાઈ હતી. શહેરના સપનાનગર સી-23માં રહેનાર બીનાબેન એરીક દત અને નીતુ સુરેશ દોરોથીના મકાનમાં પોલીસે ખોટી રીતે દારૂનો દરોડો પાડયો હતો. ગત તા. 2/2ના તેમના ઘરે 3 મહિલા પોલીસ અને 4 પોલીસ આવ્યા હતા અને તમારા ઘરની તલાશી લેવી છે તેમ કહી સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો તથા ઉપરના માળે ભાડુઆતનો સામાન પણ વેર વિખેર કર્યો હતો. બાદમાં કાંઈ ન મળતાં પોલીસ ત્યાંથી ચાલી ગઈ હતી પછી આ બંને મહિલાઓ વિરુદ્ધ દારૂનો ખોટો કેસ કરી બદનામ કરાવાયા હતા. આ બનાવમાં યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવા આ મહિલાઓએ પોલીસ વડા પરીક્ષિતા રાઠોડને રજૂઆત  કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer