આજે અંજારના વકીલો પક્ષકારોના પડતર પ્રશ્નો માટે આવેદનપત્ર આપશે

અંજાર, તા. 10 : અંજાર બાર એસોસિયેશનના પ્રમુખ કે.આર. સોરઠિયાની યાદી અનુસાર બાર કાઉન્સિલ-ગુજરાત અમદાવાદના તા. 6ના આદેશ મુજબ સમગ્ર ભારત દેશના એડવોકેટ્સ અને સંબંધિત પક્ષકારો-લીટીગન્ટ્સના હિતના અને તેમના કલ્યાણના અતિ આવશ્યક પ્રશ્નો જે પ્રશ્નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાને 2014માં ગાંધીનગરના એડવોકેટો સાથેના અધિવેશનમાં ઈન્ડિયન બાર કાઉન્સિલના પ્રમુખ મનન મિશ્રા વગેરેએ ધ્યાને મૂક્યા હતા અને હાલમાં પણ પત્રથી ધ્યાને મૂકવા છતાં નિરાકરણ ન આવતાં શાંતિપૂર્ણ વિરોધરૂપે આવેદનપત્ર તા. 11/02 સોમવારે બપોરે 12.30 વાગ્યે ના.કલે. શ્રી જોષીને અપાશે. આ પૂર્વે 11.30 વાગ્યે બાર રૂમમાં વકીલોની સામાન્ય સભા યોજાશે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer