નખત્રાણાની મુખ્ય બજારનો રસ્તો ભારે વાહનો માટે બંધ કરાવો

નખત્રાણા, તા. 9 : નખત્રાણાની મેઈન બજારમાં આવતો રસ્તે સરદાર પટેલની પ્રતિમાથી પંચવટી હનુમાન ચોક સુધી ટ્રક અને મોટાં વાહનોની સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી અવરજવર બંધ રખાવવા નખત્રાણા વેપારી મંડળે સરપંચને રજૂઆત કરી હતી. પ્રમુખ હીરાલાલ સોની, મહામંત્રી દિનેશભાઈ જોશી, કો-ઓર્ડિનેટર હેમેન્દ્રભાઈ કંસારા ઉપરાંત 61 જેટલા વેપારીઓની સહી સાથે જણાવાયું હતું કે, બેંકો અને ભરચક દુકાનો વગેરે આવેલા છે. મોટાં વાહનો વીજ થાંભલા અને તાર તોડી નાખતાં હોય છે. ડ્રાઈવરો વેપારીઓ સાથે અસભ્ય વર્તન કરે છે. ટ્રાફિક જામ જેવી રોજિંદી સમસ્યા થતી હોવાથી પગલાં ભરવા માંગ કરાઈ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer