સુખપર ખાતે સ્વાઈન ફ્લુ સામે જાગૃતિ સાથે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

સુખપર (તા. ભુજ), તા. 10 : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખપર અને આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત કચ્છના સંયુક્ત પ્રયાસથી આયુર્વેદિક ઉકાળા વિતરણનું કાર્યક્રમ યોજાયો હતો. વધતા જતા સ્વાઈન ફલુના કહેરને અટકાવવા અને લોકોને જાગૃત કરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સુખપર દ્વારા મોરાપર, જૂનાવાસ, સુખપર વિસ્તારમાં ઘરે-ઘરે જઈ સ્વાઈન ફ્લુ રોગની જાણકારી સાથે સામાન્ય શરદી/ઉધરસની સ્થળ પર સારવાર અપાઈ હતી. સુખપરમાં મોરાપર વિસ્તારમાં આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરાઈ રહ્યું છે, જેમાં આયુર્વેદિક શાખા-કચ્છ જિલ્લા પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સુખપરના સંયુક્ત પ્રયાસથી સુખપરના રહેવાસીઓને આ ઉકાળાનો લાભ અપાય છે, જેમાં આશાબહેનો, આંગણવાડી કાર્યકર અને હેલ્પરબેન, વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર, ફિમેલ હેલ્થવર્કર, સુપરવાઈઝર, ડોક્ટર સહિતની સંયુક્ત ટીમ દ્વારા લોકોને જાગૃત કરવા તથા સ્વસ્થ બનાવવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer