લોકોની વચ્ચે રહેવા કોંગ્રેસના તમામ કાર્યકરોને હાકલ કરાઇ

લોકોની વચ્ચે રહેવા કોંગ્રેસના તમામ કાર્યકરોને હાકલ કરાઇ
નખત્રાણા, તા. 23 : નખત્રાણા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા નવનિયુક્ત પ્રમુખ રાજેશભાઇ આહીરના અધ્યક્ષ સ્થાને પ્રથમ સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માજી પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી, પ્રદેશ મંત્રી રવિભાઇ ત્રવાડી મીડિયા સેલના રમેશભાઇ ગરવા જિલ્લા પં. સભ્ય દેવાબેન પરબત કુંવટ, માજી પ્રમુખ મમુભાઇ આહીર  તા.પં. સભ્યો રમેશભાઇ ગઢવી, વસંતભાઇ ખેતાણી, રવજીભાઇ આહીર, ભીમજીભાઇ વાઘેલા, ઓસમાન સુમરા,  પ્રદેશ અ.જા. મહામંત્રી માવજીભાઇ મહેશ્વરી, દાનાભાઇ આહીર, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ વિશનજી પાંચાણી, જુમાભાઇ વેડહાર સહિત આગેવાનોએ હાજરી આપી હતી. તાલુકાભરમાંથી આવેલાનું સ્વાગત પ્રમુખ રાજેશભાઇએ કર્યું હતું. નવનિયુક્ત હોદેદારોને સન્માન સાથે શુભેચ્છા અપાઇ હતી. ધારાસભ્ય શ્રી જાડેજા અને યજુવેન્દ્રસિંહ દ્વારા તાલુકા પ્રમુખના સન્માન બાદ તાલુકાના મંગલભાઇ કટુઆ, નાનજી નાકરાણી, વેલાભાઇ પટેલ, સુમારભાઇ, સિધિક કાઠી, જુસબભાઇ, હુશેન ખલીફા, ખમીશા ખત્રી, નરેશ શાહ, રાજેન્દ્ર રૂડાણી, નિર્મળસિંહ જાડેજા, અલીમામદ થૈમ, અબ્દુલભાઇ મથડા, છગનભાઇ લોચા, જેન્તી દવે વગેરે આગેવાનોએ સન્માન કર્યું હતું. તાલુકા સમિતિની સંગઠનની નવી રચના અને વર્ષ 2019માં લોકો વચ્ચે સંદેશો આપવા લોકોની વચે રહેવા, પેટા ચૂંટણીમાં વિજય અપાવવા બૂથ સુધીની રચના અને રાહુલ ગાંધીના શક્તિ પ્રોજેકટમાં વધુ લોકો જોડાય તે બાબતે સમજ અને ધારાસભ્યની કામગીરીને બિરદાવાઇ હતી. કાર્યક્રમનું સંચાલન વિરોધ પક્ષ નેતા અશ્વિનભાઇ રૂપારેલ અને આભારવિધિ ખમીશાભાઇ ખત્રીએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer