કચ્છથી વૈષ્ણોદેવી સુધીની સીધી ટેનસેવા શરૂ થશે

ગાંધીધામ, તા. 23 : રેલ મંત્રાલયગાંધીધામથી વૈષ્ણોદેવી કટરા સુધી સીધી; ટેન દોડાવવા માટે  મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. રેલવે વિભાગની આ સેવા  શરૂ થવાથી  દેશના મોટાભાગના રાજયસાથેનો  રેલવે વ્યવહારપ્રસ્થાપિત  થયો  હોવાના કારણે પંચરંગી સંકુલમાં આનંદની લાગણી પ્રસરી છે. જમ્મુ કાશ્મીરને અમદાવાદ  સાથે   જોડતી સર્વોદય એકસપ્રેસ  લાંબો સમય સુધી અમદાવાદમાં જ પડી રહેતી હોવાના કારણે આ ટેનને  ગાંધીધામ સુધી લંબાવવા માટે  છેલ્લા લાંબા સમયથી લોક માંગ ઊઠી હતી, જેને ધ્યાને રાખી  રેલવે મંત્રાલય દ્વારા  આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. આજે સાંજે રેલવે વિભાગે જારી કરેલી યાદી મુજબ ટેન નં. 12473  અને 12474ને   વૈષ્ણોદેવી કટરા સર્વોદય એકસપ્રેસને ગાંધીધામથી ચલાવવામાં આવશે. જે વિરમગામ, ધ્રાંગધ્રા અને સામખિયાળી, અમદાવાદ, સ્ટેશને થોભશે. આ ટેન જમ્મુ તાવી, કઠુઆ, પઠાણકોટ, જલંધર, લુધિયાણા, અંબાલા, પાણિપત, શબ્જી મંડી, નવી દિલ્હી, મથુરા, સવાઈ માધોપુર, કોટા, રામગંજ મંડી, શામગઢ, નાગદા, રતલામ, મેઘનગર, દાહોદ, ગોધરા, વડોદરા, આણંદ, નડિયાદના રૂટ  પર ચાલી રહી છે.   આ સેવા કયારથી  કાર્યરત કરવામાં આવશે તેની જાહેરાત આગામી  દિવસોમાં કરવામાં આવશે એવું  રેલવે વિભાગના જાણકારોએ  જણાવ્યું હતું.   કચ્છને ઉત્તર ભારત સાથે જોડતી બરેલી ટ્રેન સતત મોડી પડતી હોવાથી   મુસાફર વર્ગમાં  નારાજગી પ્રસરી હતી.  પરંતુ આ સેવા કચ્છને રાજધાની દિલ્હી સાથે જોડવા માટેનો વધુ એક  વિકલ્પ બની રહેશે. આ ઉપરાંત ટેન  પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજયમાંથી  પસાર  થતી હોવાના કારણે  આ  રાજયોના પ્રવાસીઓની   સુવિધામાં વધારો થશે.   રેલવે વિભાગના આ નિર્ણયને આવકારી પંજાબી  સમાજના લોકોએ આનંદની લાગણી વ્યકત કરી હતી. આગામી દિવસોમાં ચેન્નઈ  તરફની તથા  અમદાવાદ  -ગોરખપુર ટેનને  પણ  ગાંધીધામ સુધી લંબાવવા માટે મુસાફરોએ માંગ કરી હતી.. આ ટેન  શુકવારે કટરાથી અને શનિવારે ગાંધીધામથી  રવાના  થાય તે મુજબનું સમયપત્રક  તૈયાર થતું હોવાનું  રેલવેના સૂત્રોએ ઉમેર્યું હતું . 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer