ધારેશી અને ફુલરા વચ્ચે ટ્રેકટર ઊથલતાં એક ઘવાયો

ભુજ, તા. 23 : લખપત તાલુકામાં ધારેશી અને ફ્yલરા વચ્ચે ટ્રેકટર અકસ્માતે ઊથલી પડતાં તેમાં સવાર પુનરાજપર ગામના વિજય દાદુભાઇ જોગુ (ઉ.વ.21)ને અસ્થિભંગ સહિતની ઇજાઓ થઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગત રવિવારે સવારે બનેલા અકસ્માતના આ બનાવ વિશે ગઇકાલે ટ્રેકટરના ચાલક ફુલરાના અશોક દેવજી સોલંકી સામે ઇજાગ્રસ્ત દ્વારા ફરિયાદ લખાવાઇ હતી. જેના આધારે નારાયણસરોવર પોલીસ મથકે તપાસ હાથ ધરી છે. ઘાયલ થનારા વિજય જોગુને સારવાર માટે ભુજ ખસેડાયો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer