રાપર તાલુકાની ત્રણ ગ્રા.પં.ની ચૂંટણીના વિજેતા જાહેર થયા

રાપર તાલુકાની ત્રણ ગ્રા.પં.ની ચૂંટણીના વિજેતા જાહેર થયા
રાપર, તા. 22 : તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતની 20મીએ યોજાયેલી ચૂંટણીની મત ગણતરી આજે રાપરની મામલતદાર કચેરી ખાતે કરાઇ હતી, જેમાં વિજેતાઓનું સરઘસ નીકળ્યું હતું. સૌથી પહેલાં તાલુકાના બાદરગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ઊભા રહેલા ત્રણ?ઉમેદવારોના વોર્ડની ગણતરી થતાં જીવતીબેન ગેલાને 246 અને જમનાબેનને 205 તથા ત્રીજા ઉમેદવારને 29 અને નોટામાં 21 મત પડયા હતા. જેમાં જીવતીબેન ગેલાભાઇને વિજેતા જાહેર કરાયા હતા.  ત્યારબાદ ફતેગઢ ગ્રામ પંચાયતના ચાર વોર્ડ અને સરપંચ પદની ગણતરી હાથ?ધરાઇ હતી, જેમાં સરપંચપદના ઉમેદવાર ભીમજીભાઇ ભવનભાઇ?રાજપૂતને 1969 મત મળ્યા હતા તો તેમના હરીફ?ઉમેદવાર સવજીભાઇને 733 મત મળ્યા હતા અને નોટામાં 53 મત પડયા હતા. આમ ભીમજીભાઇ?પરમાર 1183 મતથી વિજેતા થયા હતા. આ અગાઉ ચાર વોર્ડ બિનહરીફ?થયા હતા તો ત્યારબાદ પગીવાંઢ?ગ્રામ પંચાયતની આઠ?વોર્ડ અને સરપંચ પદની ગણતરી હાથ ધરાઇ હતી  જેમાં મણિબેન કેસરાને 273 મત અને રાધાબેન તમાચીને 303 મત અને નોટામાં 19 મત પડયા હતા જેમાં રાધાબેન તમાચી 56 મતથી વિજેતા થયા હતા. તો જાહેર થયેલા વિજેતાઓનું વાજતે ગાજતે ઢોલના તાલે સરઘસ નીકળ્યું હતું.  આ ચૂંટણીની સમગ્ર કાર્યવાહીમાં રાપર નાયબ મામલદાર મહેશભાઇ?ઠક્કર, ચૂંટણી અધિકારી ડી. પી. રાઠોડ તથા ડી. કે. ઠાકોરની ટીમો જોડાઇ હતી. તો ચૂંટણી દરમ્યાન કોઇ?અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer