બિદડાના સ્ત્રી રોગ નિદાન શિબિરમાં મહિલાઓ ઊમટી

બિદડાના સ્ત્રી રોગ નિદાન શિબિરમાં મહિલાઓ ઊમટી
બિદડા (તા. માંડવી), તા. 22 : બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શા. કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ ખાતે ત્રીજી જાન્યુ.થી શરૂ થયેલા મેગા મેડિકલ કેમ્પમાં આજે અંતિમ શિબિર યોજાઈ હતી. આ શિબિર ત્રીઓને લગતા રોગ માટેની હતી, જેમાં કચ્છ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ત્રીઓ નિદાન તથા સારવાર માટે ઊમટી હતી. આ શિબિરમાં 350 વધુ મહિલા દર્દીને તપાસવામાં આવી હતી અને અંદાજિત 60 જેટલી મહિલાઓની શત્રક્રિયા થશે. ખાસ તો કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં ત્રીરોગ નિષ્ણાત તબીબ ન હોવાને કારણે તેમજ અલ્પ શિક્ષણ અને અજ્ઞાનતાને લીધે મહિલાઓ મૂંઝવણ અનુભવતી હોય છે ત્યારે આવી મહિલા આરોગ્ય શિબિર આશીર્વાદ રૂપ સાબિત થાય છે. આ મહિલા આરોગ્ય શિબિરમાં ત્રીઓને થતા રોગ મેનોપોઝ, રક્તસ્રાવ વધુ પડતી પ્રસૂતિને કારણે ગર્ભાશયની કોથળી બહાર આવી જવી ઉપરાંત સ્તન કેન્સર વગેરે રોગનું નિદાન કરવામાં આવ્યું હતું અને ઓપરેશનલાયક દર્દીના હવે પછીના બે દિવસમાં ઓપરેશન પણ કરાશે. આ મહિલા આરોગ્ય શિબિરમાં ડો. જ્યોતિ સાવલા (વંધ્યત્વ નિષ્ણાત), ડો. નીતા રાંભિયા, ડો. આઇશા અંસારી, ડો. પ્રિયંકા શાહ તથા ડો. વૃંદાએ મહિલા દર્દીઓને તપાસી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યકર તરીકે જ્યોતિ સાવલા, હિના સતરા (ચીચુબેન), કલ્પના ગાલા મદદરૂપ થયા હતા. ડો. સ્નેહા ઝાંજેએ સોનોગ્રાફી કરી હતી. મંજુલા શાંતિલાલ સાવલા અને નિરાલી તથા તૃષાએ આસિ. તરીકે ફરજ બજાવી હતી. દવા વિભાગમાં પ્રવીણ સાવલા      તથા અશોક સતરાએ સેવા બજાવી હતી. ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા તથા ટ્રસ્ટી શાંતિભાઇ વીરાએ 3 જાન્યુ.થી શરૂ થયેલી આ મેગા આરોગ્ય શિબિરના અંતિમ શિબિર સુધી સાથ આપનાર સર્વે તબીબો, દાતાઓ, સ્વયંસેવક તથા હોસ્પિટલના કર્મચારીઓ તથા પાટીદાર સમાજના કાર્યકરોની સેવાને બિરદાવી આભાર માન્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer