કણઝરા-ટપ્પર વચ્ચે વીજતારને સ્પર્શતાં ઘાસ ભરેલી ટ્રક સ્વાહા

કણઝરા-ટપ્પર વચ્ચે વીજતારને સ્પર્શતાં ઘાસ ભરેલી ટ્રક સ્વાહા
મુંદરા, તા. 22 : તાલુકાના કણઝરા અને ટપ્પર રસ્તા પર ઘાસની ગાડીમાં આગ લાગી હતી. જેમાં ઘાસની 66 ગાંસડી ઉપરાંત આખેઆખી ટ્રક પણ બળી ગઇ હતી. કણઝરાથી રવાભાઇ?આહીરે જણાવ્યું હતું કે, પીજીવીસીએલના તાર સાથે સંપર્ક થતાં આગ લાગી હોવાનું મનાય છે, જેમાં કુલ્લ ઘાસની 66 ગાંસડી તથા ગાડી બળીને  સ્વાહા થઇ ગઇ હતી. આગ એટલી ભયાનક હતી કે, થોડીવારમાં જ પ્રસરી ગઇ હતી. અદાણી તથા જીંદાલ કંપનીના ફાયરબ્રિગેડ આગ બૂઝાવવા આવ્યા હતા. ગાડી પલટી મારી ગઇ હતી. સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ?પર પહોંચ્યા હતા. સદ્ભાગ્યે કોઇ જાનહાનિ થઇ ન હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer