કચ્છની અછત સ્થિતિમાં બેન્ક સહયોગી બને

કચ્છની અછત સ્થિતિમાં બેન્ક સહયોગી બને
ભુજ, તા. 22 : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા-કચ્છ રિજિયન-4 દ્વારા બિનનિવાસી ભારતીય ગ્રાહકોની મીટ?તાજેતરમાં  હોટેલ સેવન સ્કાય ભુજ ખાતે યોજવામાં આવી હતી, જેમાં ભુજ તેમજ પટેલ ચોવીસી ગામના યુએસએ, યુકે, કેન્યા, યુગાન્ડા, ગલ્ફ તેમજ ઓસ્ટ્રેલિયા સ્થિત ઉપસ્થિત 350 જેટલા આમંત્રિત ગ્રાહકોને બેન્ક તેમજ બેન્કની યોજનાઓ અને તેમના પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે  સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, અમદાવાદ સર્કલના સીજીએમ શ્રી દુ:ખબંધુ રથ અને નેટવર્ક-3ના જનરલ મેનેજર રમેશકુમાર અગ્રવાલ,  રાજકોટ ઝોનના ડેપ્યૂટી જનરલ મેનેજર વિજય ગોયલ ઉપસ્થિત રહ્યા હતા. એનઆરઆઇ કાનજી કુંવરજી પટેલ મુખ્ય અતિથિ રહ્યા હતા. પ્રારંભમાં દીપ પ્રાગટય એસબીઆઇ સીજીએમ, જીએમ, ડીજીએમ તેમજ એનઆરઆઇ ગ્રાહકો વતીથી  કાનજીભાઇ પટેલ અને અરજણભાઇ પીંડોરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં રિજિયન-4 કચ્છના એજીએમ પંકજકુમારે બેન્કની વિવિધ યોજનાઓ વિશે જણાવ્યું હતું. ગીત સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા એનઆરઆઇ ગ્રાહકોનું મનોરંજન કરવામાં આવ્યું હતું. બેન્ક તરફથી ખાસ વરિષ્ઠ ગ્રાહકોને સીજીએમ, જીએમ દ્વારા સાલ અને બુકેથી સન્માનિત કરાયા હતા. અમદાવાદ સર્કલના સીજીએમ શ્રી  દુ:ખબંધુ રથ દ્વારા એનઆરઆઇ ગ્રાહકો સાથેની ગત મીટિંગની યાદ તાજી કરી હતી અને તેમના દ્વારા  લેવા પટેલ હોસ્પિટલને વેન્ટીલેટર મશિન માટે એસબીઆઇ બેન્ક તરફથી જાહેર કરી જે પૂરી કરીને  લોકોની સેવામાં અર્પણ કરવામાં આવેલા તેમ જણાવ્યું હતું. એનઆરઆઇ ગ્રાહકો વતીથી બોલતાં અરજણભાઇ પીંડોરિયાએ બેન્કની સેવાની પ્રશંસા કરી મોટી બેન્કની વિશેષ જવાબદારી ગ્રાહકો પ્રત્યે રહે અને સારી સેવા ઉપલબ્ધ રહે એમ જણાવ્યું હતું. વધુમાં શાખાઓમાં સ્ટાફ?સમસ્યા અંગે ધ્યાન દોર્યું હતું તેમજ ચાલુ સાલે કચ્છના દુષ્કાળ અનુસંધાને ગૌમાતા માટે બેન્ક તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યકત કરી હતી. એસબીઆઇ લાઇફ રાજકોટથી આવેલા ઝોનલ મેનેજર  શૈલેશ કલથિયા તેમજ મિચ્યુઅલ ફંડ અમદાવાદના  ધર્માંગ શાહ દ્વારા વિવિધ યોજનાઓથી ગ્રાહકોને માહિતગાર કર્યા હતા. નેટવર્ક-3ના જીએમ રમેશકુમાર અગ્રવાલે પ્રવચન કર્યું હતું. સંચાલન એનઆરઆઇ ભુજ શાખાના શાખા પ્રબંધક શૈલેશ ઠાકરે, સહયોગમાં ડેપ્યૂટી મેનેજર અમૃત વાવિયા તેમજ સર્વે સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer