કંડલામાં પુન: ગેસગળતરની ઘટનાથી દોડધામ મચી

ગાંધીધામ, તા. 22 : કંડલામાં આજે મોડી રાત્રિના અરસામાં  ફરી ગેસ ગળતરની ઘટના પ્રકાશમાં આવતાં દોડધામ થઇ પડી હતી. જો કે તાત્કાલિક પગલાં લેવાતાં વધુ અસર થઇ ન હતી. મળતી વિગતો મુજબ ઇફકો પ્લાન્ટની સામે સીઆરએલ ટર્મિનલની બાજુમાં આવેલી કેમિકલની  અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં લીકેજ થયું હતું. જમીનમાંથી પ્રવાહી નીકળતાં બનાવ પ્રકાશમાં આવ્યો હતો.  દીનદયાલ પોર્ટની ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે ધસી જઇ જમીન ઉપર કૂલિંગ કરવાની કામગીરી આદરી હતી તેમજ ગેસનું હેન્ડલિંગ રોકાવી પાઇપલાઇનને પાણીથી વોશ કરી નાખવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 3 દિવસે પૂર્વે જ  આ સ્થળે બુટાદિન ગેસનું લીકેજ થયું હતું.  ઉપરાઉપરી ગેસ ગળતરની બીજી ઘટના બહાર આવતાં ચકચાર પ્રસરી છે. આવા બનાવ નિવારવા ચોક્કસ કામગીરી કરાય તેવી માંગ પ્રબળ બની છે. આ લખાય છે ત્યારે રાત્રિના 12 વાગ્યે ડીપીટીના ફાયર વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળ પર કાર્યવાહી જારી રાખી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer