જાયન્ટ કિલર સિસિપાસ અને નડાલ સેમિ.માં

મેલબોર્ન, તા. 22 : ગ્રીસનો જાયન્ટ કિલર સ્ટેફાનો સિસિપાસ સ્પેનના રોબર્ટો બાતિસ્તાને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. મહાન રોઝર ફેડરરને હરાવ્યા બાદ સિસિપાસે હવે રોબર્ટોને ત્રણ કલાક અને 1પ મિનિટની રમતના અંતે 7-પ, 4-6, 6-4 અને 7-6થી જીત મેળવી છે. જ્યારે નંબર ટુ અને ખિતાબના પ્રબળ દાવેદાર મનાતા સ્પેનના સ્ટાર રાફેલ નડાલે પણ ઓસ્ટ્રેલિયન ઓપનના સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. મહિલા વિભાગમાં અમેરિકાની 44મા ક્રમની ડેનિયલ કોલિંસે રશિયાની અનાસ્તાસિયાને 2-6, 7-પ અને 6-1થી હાર આપીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યાં તેની ટક્કર ઝેક ગણરાજ્યની આઠમા ક્રમની ખેલાડી પેત્રા ક્વિતોવા સામે થશે. ડેનિયલ કોલિંસે ચોથા રાઉન્ડમાં બીજા ક્રમની એન્જેલિકા કર્બરને હરાવી અપસેટ કયો હતો. હવે તે વધુ એમ અપસેટ સાથે સેમિ.માં પહોંચી છે. ક્વિતોવાએ કવાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ખેલાડી એશ્લે બાર્ટીને 6-1 અને 6-4થી હાર આપી હતી. ક્વિતોવા વિમ્બલ્ડનમાં બે વખત ચેમ્પિયન રહી ચૂકી છે. તેનું લક્ષ્ય આ વખતે પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપનના ટાઇટલ પર છે. રાફેલ નડાલે ક્વાર્ટર ફાઇનલમાં એક પણ સેટ ગુમાવ્યા વિના અમેરિકી ખેલાડી ફ્રાંસિસ ટિફાઉ સામે 6-3, 6-4 અને 6-2થી જીત મેળવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. સેમિફાઇનલમાં નડાલની ટક્કર જાયન્ટ કિલર સિસિપાસ સામે થશે. મિક્સ ડબલ્સમાં પેસની જોડી હારી: ભારતીય ખેલાડી લિયેન્ડર પેસ અને તેની ઓસ્ટ્રેલિયન જોડીદાર સામન્થા સ્ટોસૂર મિક્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં કોલંબિયાના રોબર્ટ ફરાહ અને જર્મનીની એના ગ્રોનફેલ્ડ સામે 6-4, 4-6 અને 10-8થી હારીને બહાર થઇ ગઇ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer