રાજ્યના 144 ફોજદારની બદલી : કચ્છમાંથી નવ ગયા, 13 આવ્યા
ભુજ, તા. 22 : રાજ્યના પોલીસદળમાં બિનહથિયારી સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કુલ્લ 144 અધિકારીની સામૂહિક બદલીના આજે આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના નવ ફોજદાર બદલ્યા છે. જ્યારે જિલ્લા બહારથી 13 અધિકારી કચ્છમાં નિયુકત કરાયા છે. રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા જાહેર હિત અને વહીવટી સરળતા ખાતર સામૂહિક બદલીના આ આદેશ આજે સાંજે કરાયા હતા. સત્તાવાર સાધનોએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે કચ્છમાંથી જિલ્લા બહાર બદલેલા નવ ફોજદારમાં પૂર્વના ટી.એચ. પરમાર અને આર.ડી. જાડેજાને અમદાવાદ શહેર તથા સી.કે. પટેલને છોટાઉદેપુર જિલ્લામાં મુકાયા છે. તો પશ્ચિમના બી.બી. સિંગ, એન.બી.ઝાલા, એમ.કે. વાઘેલા અને જે.કે. નિનામાને અમદાવાદ શહેર, કે.કે. જાડેજાને સુરત શહેર અને જે.ડી. ઓઝાને પાટણ જિલ્લામાં બદલાવાયા છે. જ્યારે કચ્છમાં મુકાયેલા ફોજદારોમાં અમદાવાદ શહેરના પી.આર. રાઠોડ, એ.એસ. પરમાર, ડી.એમ. વાઘેલા, એ.સી. બારૈયા, જે.એમ. સિસોદિયા, એન.કે. સુરતી અને એન.વી. ચાવડાને પશ્ચિમ કચ્છમાં જ્યારે અમદાવાદ શહેરના બી.એ.ચાવડા, ડી.એસ. ડાભી, એ.કે.મકવાણા, ડી.બી. પરમાર અને બી.એન. સોનવાણેને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં મુકાયા છે.