સ્વાઇન ફલુનો વધુ એક દર્દી નોંધાયો : કુલ 73

ભુજ, તા. 22 : એચવન એનવનનો વધુ એક કેસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સિઝનનો જાન્યુઆરી માસનો આંક 73 પર પહોંચ્યો છે. જિલ્લાના રોગચાળા નિયંત્રક આરોગ્ય અધિકારી ડો. કુર્મીએ જણાવ્યું હતું કે, આજે સરપટ નાકા બહાર એરપોર્ટ રોડ  મધ્યે રહેતા 42 વર્ષીય યુવાનના સ્વાઇન ફલુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. આજે વધુ એક કેસ નોંધાતાં સ્વાઇન ફલુનો જિલ્લાનો સિઝનનો જાન્યુઆરી માસનો કુલ આંક 73 પર પહોંચ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer