ગાંધીધામમાં રેડક્રોસ સોસાયટી દ્વારા વૃદ્ધ સંભાળનો કોર્સ શરૂ થશે

ગાંધીધામ, તા. 22 : અહીની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગાંધીધામ ખાતે એલ્ડરલી હોમ કેર આસિસ્ટન્ટ કોર્સ શરૂ કરાશે. ઇન્ડિયન રેડક્રોસના ચેરમેન ડો. ભાવેશ આચાર્યના જણાવ્યા પ્રમાણે રાજય સરકારના સહયોગથી વૃદ્ધ લોકોને તેમના ઘરે જઈ તાલીમબદ્ધ કર્મચારીઓની સહાય મળે તે હેતુથી ગુજરાત રેડક્રોસના માધ્યમથી સમગ્ર  રાજયમાં તાલીમ કોર્સનું આયોજન કરાયું છે. આ અનુસંધાને કચ્છમાં 30 વ્યકિતઓને 2 મહિનાની  તાલીમ આપી કાર્યકર  તૈયાર કરવાનું આયોજન  ગાંધીધામ રેડક્રોસ દ્વારા કરાયું છે. આ કોર્સમાં 1 મહિના  સુધી રેડક્રોસ ભવન ખાતે ડોકટર અને નર્સ દ્વારા તાલીમ આપવામાં આવશે, આ દરમ્યાન   આરોગ્ય ક્ષેત્રનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવશે. બાદમાં  રામબાગ હોસ્પિટલ ખાતે 1 મહિનાની તાલીમ આપવામાં આવશે. બે મહિનાની તાલીમ દરમ્યાન તાલીમાર્થીને રૂ.500  સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. ઓછામાં ઓછું 7 ધોરણ આસપાસ  શિક્ષણ અને 18થી 45  વર્ષની ઉમરના  ઉમેદવારને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે. રેડક્રોસ રાજય  શાખા અને રાજયના આરોગ્ય વિભાગ તરફથી પ્રમાણપત્ર આપવામાં  આવશે. ઈચ્છુક ઉમેદવારેએ શૈલાબેન તરુણ બાપટનો રેડક્રોસ ભવન ખાતે તેમના મોબાઈલ નંબર 98251 25180 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer