થોડા સમય પહેલાં બદલેલા પોલીસ કર્મચારી પુન: જે તે જગ્યાએ પહોંચ્યા

ભુજ, તા. 22 : પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં ફરજ બજાવતા 23 કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને સહાયક ફોજદાર કક્ષાના કર્મચારીની જાહેર હિત અને વહીવટી સરળતા ખાતર બદલીના આદેશ કરાયા હતા. આ હુકમો થકી થોડા સમય પહેલાં મહત્ત્વના સ્થાનો અને મથકોથી દૂર થઇ ગયેલા કેટલાક માથાઓ પુન: એ જ જગ્યાએ આવી ગયા છે. જિલ્લા પોલીસ અધીક્ષક એમ.એસ. ભરાડા દ્વારા 23 જણની સામૂહિક આંતરિક બદલીના આ આદેશ જારી કર્યા હતા. જેમાં એકમાત્ર હેડ કોન્સ્ટેબલને જે.આઇ.સી.માં બદલાયા હતા. જ્યારે અન્યોને સ્થાનિક ગુનાશોધક શાખા, ભુજ, માંડવી, પદ્ધર, મુંદરા, મુંદરા મરીન, માનકૂવા વગેરે જેવા મહત્ત્વના મથકોમાં મૂકવામાં આવ્યા છે.  બદલી પામનારા મોટાભાગના પોલીસના વડામથક ખાતે ફરજ બજાવતા હતા. જ્યાંથી તેમને જે તે જગ્યાએ મૂકવામાં આવ્યા છે. બદલીપાત્ર કર્મચારીઓની યાદી જોતાં થોડા સમય પહેલાં જ વિવિધ મહત્ત્વની શાખાઓ અને મથકો ખાતેથી બદલેલા પુન: જે તે જગ્યાએ પહોંચ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer