અંજાર રેલવે સ્ટેશનના વિકાસ કામોનું 24મીના ખાતમુહૂર્ત

ગાંધીધામ,તા.22: અંજારના રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવાના વિવિધ વિકાસ કામોનો અને શહેરમાં જિલ્લા પંચાયતના હસ્તકના માર્ગના મજબૂતીકરણના કામનું ખાતમુહૂર્ત આગામી તા.24-1ના કરાશે. રેલવે સ્ટેશનમાં વિકાસ કામો  માટે રાજયમંત્રી વાસણભાઈ આહીર અને સાંસદ વિનોદભાઈ ચાવડાના પ્રયાસથી 4 કરોડની રકમ ફાળવવામાં આવી છે. જે અંતર્ગત પ્લેટફોર્મ નંબર-બેની 550 મીટર લંબાઈ અને 10 મીટર પહોળું કરી અદ્યતન બનાવાશે. આ ઉપરાંત કવરિંગ સાથે ફુટ ઓવર બ્રિજ, ટોઈલેટ બ્લોક, પીવાના પાણીની સુવિધા વિકસાવાશે. આગામી તા.14-1ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે સ્ટેશન પરિસર ખાતે ખાતમુહૂર્ત કરાશે. આ વેળાએ રાજયમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા, એ.આર.એમ આદિશ પઠાનિયા વગેરે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શહેરના અગત્યના બસ સ્ટેશન ચોકથી ટાઉનહોલ સુધી, દેવળિયા નાકાથી સવાસર નાકા, યોગેશ્વર ચોકડી સુધીના માર્ગને 75 લાખના ખર્ચે રિસર્ફેસસિંગ કરાશે. આ કામનું ખાતમુહૂર્ત 24-1ના સવારે 11.30 વાગ્યે રાજય મંત્રીના હસ્તે કરાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer