દાતાઓના થકી જ સમાજનો ઉત્કર્ષ થઈ શકે

દાતાઓના થકી જ સમાજનો ઉત્કર્ષ થઈ શકે
માંડવી, તા. 11 : લોહાણા મહાજન દ્વારા આયોજિત રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ - રાજકોટના સહયોગથી છઠ્ઠા નિ:શુલ્ક `નેત્રયજ્ઞ'માં 150થી વધુ દર્દીઓની ચકાસણી કરાઈ તે પૈકી મોતિયાનાં ઓપરેશનની જરૂરિયાતવાળા 30 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા હતા.નેત્રયજ્ઞનો પ્રારંભ માંડવી લોહાણા મહાજનના ઉ.પ્ર. શશિકાંતભાઈ ચંદેના અધ્યક્ષ સ્થાને તથા આ કેમ્પના સહયોગી દાતાઓ અરવિંદ શંભુલાલ ઠક્કર પરિવારના રમણીક ઠક્કર, હરેશ ઠક્કર સાથે લોહાણા મહાજનના મંત્રી જયેશભાઈ સોમૈયા, લોહાણા યુવક મંડળના પ્રમુખ હસમુખભાઈ ઠક્કર, જયંતીભાઈ કોઠારી, ડો. કિરીટભાઈ આચાર્ય વિ. દ્વારા કરાયો હતો.અધ્યક્ષ સ્થાનેથી શશિકાંતભાઈએ સહયોગી દાતાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, દરેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે હજુ વધુ ને વધુ આવો જ સહકાર મળતો રહે તે થકી જ સમાજનો ઉત્કર્ષ થઈ શકે. આગામી કેમ્પ માટે સ્વ. ગોદાવરીબેન શામજીભાઈ કોઠારી પરિવાર તરફથી સહયોગી દાતા તરીકે જાહેરાત કરાઈ હતી. જયેશભાઈએ જણાવ્યું કે મહાજન દ્વારા દર મહિનાની 19મી તારીખે સર્વે જ્ઞાતિજનો માટે આ નિ:શુલ્ક નેત્રયજ્ઞ યોજાય છે તથા ઓપરેશનલાયક દર્દીઓને રણછોદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ ખાતે બસથી લેવા તથા મૂકવા, રહેવા-જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક કરાય છે.  અત્યાર સુધી આ નેત્રયજ્ઞમાં 900થી વધારે દર્દીઓની આંખોની તપાસણી કરાઈ છે તથા તે પૈકી 88થી વધુ દર્દીઓના મોતિયાનાં ઓપરેશન કરાયાં છે. મહાજન પ્રમુખ હરીશભાઈ ગણાત્રાએ માંડવી તા.ના વધુમાં વધુ દર્દીઓને કેમ્પમાં જોડાવા અપીલ કરી હતી. આગામી તા. 13-1ના આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ કેમ્પ યોજાશે.આ કેમ્પમાં કારોબારી સભ્યો નિમેષભાઈ ચંદારાણા, અનિલભાઈ તન્ના, દિનેશભાઈ કોટક, જયંતીભાઈ કોઠારી વિ. ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જયેશભાઈ સોમૈયાએ તથા આભારવિધિ હસમુખભાઈ ઠક્કરે કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer