ગરીબો અને જરૂરતમંદો પાસે જઈ સેવાના કાર્યો સાથે જન્મદિન ઉજવાયો

ગરીબો અને જરૂરતમંદો પાસે જઈ સેવાના કાર્યો સાથે જન્મદિન ઉજવાયો
મુંદરા, તા. 11 : અદાણી કંપનીના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈભાઈ શાહે જનસેવા સંસ્થાના માધ્યમથી જન્મદિવસની ઉજવણી ઝૂંપડપટ્ટીના બાળકો વચ્ચે કરી હતી.જનસેવાના રાજ સંઘવીના જણાવ્યા અનુસાર શ્રી શાહે સપરિવાર સાથે સ્લમ વિસ્તારમાં આવી જન્મદિવસની ઉજવણી કરી ત્યાંના બાળકો વચ્ચે કેક કાપી કરી હતી. આ પ્રસંગે શ્રમિક વિસ્તારોની ઝૂંપડપટ્ટીમાં મીઠાઈ વેચી તથા બાજરાના રોટલા સહિતનું ભોજન કરાવ્યું હતું. જરૂરતમંદ પરિવારોને જીવન જરૂરિયાત વપરાશની 50 કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઠંડીની સિઝનમાં 50 ધાબળા પણ વિતરિત કરવામાં આવ્યા હતા.ભુજ-મુંદરા રોડ સ્થિત બરાયાની ખાનગી કંપની સામેની ઝૂંપડપટ્ટીમાં પોતાનો જન્મદિવસ ઉજવી રહેલા શ્રી શાહની સાથે કંપનીના દેવાંગભાઈ બારોટ, રમેશભાઈ આયડી, અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જનસેવા સંસ્થાના શ્રી સંઘવી ઉપરાંત ગિરીશભાઈ ઠક્કર, કપિલ ચોપડા, પ્રતીક શાહ, ભીમજી જોગીનો સહયોગ મળ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer