સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંજારને બે સિતારા ક્રમાંક

અંજાર, તા. 11 : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2019માં અંજાર નગરપાલિકાને બે સિતારા ક્રમાંક પ્રાપ્ત થતાં નગરપાલિકા પદાધિકારીઓ, કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેઠળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ અહીંની નગરપાલિકા પણ જોડાઇ હતી. પ્રાપ્ત કરવા માટે પ્રમુખ રાજેશભાઇ ઠક્કર, ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, શાસકપક્ષના નેતા ડેનીભાઇ શાહ, કારોબારી સમિતિના ચેરમેન કેશવજીભાઇ સોરઠિયા, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન દીપકભાઇ આહીર, મુખ્ય અધિકારી સંજય પટેલ, ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ખીમજીભાઇ સિંઘવ, સેનિ. ઇન્સ્પેકટર તેજપાલ લોંચાણી વગેરે સહયોગી બન્યા હતા. નગરપાલિકાને આમ તો ત્રણ તારા ક્રમાંક પ્રાપ્ત કરવા દરખાસ્ત કરવા માટે પૂરતા પ્રમાણમાં સ્વચ્છતા એપ્લિકેશન શહેરીજનો દ્વારા ડાઉનાલોડ ન થતાં અને ભીનો કચરો અને સૂકો કચરો, એવું વર્ગીકરણ કરવા માટેની સફળતા ન મળી શકતાં ત્રણ તારાની માન્યતા મળવા દરખાસ્ત કરવામાં આવી નથી. શહેરીજનોનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહેશે તો આગામી સમયમાં અંજાર નગરપાલિકા 3 (થ્રી) સ્ટાર પ્રમાણપત્ર મેળવી શકે તેમ છે તેવું એક યાદીમાં જણાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer