ભુજમાં મહિલા કલ્યાણ કેન્દ્રમાં યોગ સાઇકોથેરાપી કેન્દ્ર શરૂ થશે

ભુજ, તા. 11 : કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર-ભુજમાં ત્યાં રહેતી મહિલાઓ અને તરુણીઓના આરોગ્ય સાથે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે ૐ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા તા. 18/1થી યોગ સાઇકોથેરાપી કેન્દ્રનો આરંભ કરાશે. જેમાં યોગાસન, લાઇફ સ્કિલ્સ ડાયનેમિક, મેડિટેશન, સાઇકોથેરાપીના એક વર્ષ માટે 112 સત્રોના આયોજન નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે કરાશે. કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરપર્સન તરીકે કચ્છ યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. કલ્પના સતીજા અને કો-ઓર્ડિનેટર એડવોકેટ સુનિતાબેન ભણસાલી સેવા આપશે. યોગશિક્ષક તરીકે પલ્લવીબેન સુધીર રાઠોડ, બી.એસ.ડબ્લ્યુ. રાહુલ ચિબ અને  મનોચિકિત્સક ડો. દેવજ્યોતિ શર્મા ટીમ સાથે પરિણામલક્ષી કાર્ય કરશે. ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.પી. રોહડિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પી. ટી. જાડેજા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી બી. કે. ગઢવી, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમલાબેન, ઇલાબેન અંજારિયા અને ટીમના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer