દુકાળ વર્ષમાં 50 ખેડૂતને પશુ માટે મફત બિયારણ અપાયું

દુકાળ વર્ષમાં 50 ખેડૂતને પશુ માટે મફત બિયારણ અપાયું
ભુજ, તા. 10 : સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ સંચાલિત પશુરક્ષા અભિયાન અંતર્ગત આજે લખપત તાલુકાના નરા ડેમ ખાતે મથલ સ્વામિનારાયણ ગુરુકુળ મારફતે દુષ્કાળમાં પશુધનને મદદરૂપ થવા માટે 50 એકરમાં લીલાચારાના વાવેતર માટે મકાઇના બિયારણના ટેમ્પાને સ્ટાર્ટ અપાયો હતો. સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઇ?છેડાએ સ્ટાર્ટ આપ્યો હતો. આ પ્રસંગે જણાવ્યું કે, સંસ્થા દ્વારા છેલ્લા બે મહિનામાં 800 જેટલા ખેડૂતોને અડધા ભાવે બિયારણ તથા 50 જેટલા ખેડૂતો જે પોતાના ગામના પશુધન માટે વિનામૂલ્યે ઘાસચારો આપશે તેમને વિનામૂલ્યે બિયારણ આપવામાં આવ્યું હતું તથા જેમની પાસે પિયતવાળી જમીન છે તેવી 30 જેટલી પાંજરાપોળોને પણ વિનામૂલ્યે બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું. બિયારણ વિતરણ કારણે આગામી ઉનાળામાં સ્થાનિકે જ પશુપાલકોને લીલોચારો મળી શકશે એમ સંસ્થાના મંત્રી મુકેશભાઇ ભટ્ટ તથા જગદીશભાઇ ગોરે જણાવ્યું હતું અને આ પશુરક્ષા અભિયાનમાં સાંસદ વિનોદભાઇ?ચાવડા તથા માંડવી વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ ડાયરા દ્વારા એકત્રિત?થયેલી રકમમાંથી દાનનો સહયોગ પ્રાપ્ત થયો હતો અને સંસ્થાના ખજાનચી ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, દુષ્કાળમાં સ્થાનિકે જ લીલોચારો પ્રાપ્ત થાય તે માટેની ઝુંબેશમાં સંસ્થાએ ચાલુ વરસે રૂપિયા 10 લાખના બિયારણનું વિતરણ કર્યું. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ જોષી, ટ્રસ્ટી નિખિલભાઇ પંડયાએ પશુરક્ષા અભિયાનમાં સહયોગ આપનાર તમામ દાતાઓનો આભાર માન્યો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer