ગુરુકુળ શિક્ષણ પરંપરા અનિવાર્ય

ગુરુકુળ શિક્ષણ પરંપરા અનિવાર્ય
કોડાય (તા. માંડવી), તા. 10 : સ્વામિનારાયણ ગુરુકુળ કોડાય પુલ ખાતે તરંગ-2019ની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વામીકૃષ્ણજીવનદાસજીએ આશિર્વચન પાઠવ્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ  નંદન મુખરજીએ કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી. વિશેષ ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય રેલવેમંત્રી દિનેશભાઇ ત્રિવેદીએ અર્વાચીન શિક્ષણ પરંપરા ગુરુકુળના શિક્ષણને વર્તમાન સમય માટે ખૂબ અનિવાર્ય ગણાવી શિસ્તબદ્ધ શિક્ષણ?ઉપર ભાર મૂક્યો હતો અને વિદ્યાર્થીઓ સાથે જરૂરી પરામર્શ કર્યો હતો.  શાંતિભાઇ મેકોનીએ કૃષિ અને વિજ્ઞાન વિશે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. માંડવી શહેરની વિવિધ શાળાઓ ખીમજી રામદાસ, રામકૃષ્ણ હાઇસ્કૂલ, ત્રણટુકર (ગર્લ્સ અને બોયઝ), આર.એચ.પી.એચ. મસ્કા, જી.ટી. હાઇસ્કૂલ ઉપરાંત કોલેજોમાં ચાણક્ય, સંસ્કાર, તોલાણી ઇન્સ્ટિ. ઓફ કોમર્સ અને તોલાણી ઇન્સ્ટિ. ઓફ?મેનેજમેન્ટએ તરંગ-2019માં ભાગ લીધો હતો અને 400 વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં જોડાયા હતા. કાર્યક્રમમાં હેમંતકુમાર રાંભિયા (બિદડા સર્વોદય ટ્રસ્ટી), અશોકભાઇ શાહ, પ્રદેશ કોંગ્રેસ મંત્રી રવિ ત્રવાડી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.સ્કૂલના વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રસંગ વિશેની જાણકારી મળી શકે તે માટેના પ્રશંસનીય કાર્યક્રમ બદલ એસ.જી.જે. ઇન્સ્ટિ. ઓફ મેનેજમેન્ટના કાર્યને ઉપસ્થિતોએ બિરદાવ્યું હતું. સચિન અબડા, વનિતાબેન રાજાણી, રાહુલ મોતા, સત્યેન્દ્ર, આનંદકુમાર, ઘનશ્યામ ભુવા, જિગીશા પરમાર, સારિકાબેન, અગ્રવાલભાઇ, હિરલ મેકોનીએ વ્યવસ્થા સંભાળી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer