સિંધી યુથ સર્કલે વર્ષાન્તે વડીલ સેવા કરી

સિંધી યુથ સર્કલે વર્ષાન્તે વડીલ સેવા કરી
ગાંધીધામ, તા. 10 : ત્રણ દાયકાથી સેવાકીય કાર્યો કરતી સંસ્થા ગાંધીધામ સિંધી યુથ સર્કલ દ્વારા વર્ષ 2018ના વર્ષને વિદાય કરવા એક જ મહિનામાં વડીલો માટે ત્રણ આસ્થા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દોઢ દાયકા કરતાં વધુ સમયથી સંસ્થા દ્વારા આસ્થા યાત્રાનું આયોજન કરાય છે 2018ના વર્ષને વિદાય આપવા માટે 138મી આસ્થા યાત્રામાં ગાંધીધામથી સુંઢા માતા(ભીનમાલ મારવાડ)ના દર્શન કરી પરત ગાંધીધામ આવી હતી. ભીનમાલ રાજસ્થાનના નગર શેઠ ઓમ પ્રકાશ અગ્રવાલે આસ્થા યાત્રાના વડીલોને સગવડતા આપી હતી. આ ઉપરાંત આ મહિનામાં જ શક્તિપીઠ, બહુચરાજી, પાટણીની રાણકી વાવ, સિદ્ધપુર, ચુડેલમા, હારીજ સમી ખાતે લોટેશ્વર મહાદેવ મંદિર, હાજીપીર દરગાહ, માતાના મઢ, લખપત સહિતના સ્થળે આસ્થા યાત્રાનું આયોજન કરાયું હતું. 16 વર્ષ દરમ્યાન હજારોની સંખ્યામાં વડીલોને યાત્રા કરાવાઇ હોવાનું કારોબારી કમિટીના ચેરમેન વિજય ખુબચંદાણીએ જણાવ્યું હતું. તમામ આસ્થા યાત્રાઓને સફળ બનાવવા રમેશકુમાર રતિલાલ બાપટ, ગિરધારીલાલ શાહ (મારવાડી સમાજ), ભગવતીભાઇ, તરૂણા ભોજવાણી, જયા જોશી, રંજનબેન, દક્ષાબેન ઠક્કર, મનોજ ભોજવાણી, ભીનમાલ રાજસ્થાનના ક્ષત્રિય સમાજના જાલમસિંઘ, દેવેન્દ્રસિંઘે સેવા આપી વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer