આંતરરાષ્ટ્રીય કાર્યશાળાથી લાભ થાય છે

આંતરરાષ્ટ્રીય કાર્યશાળાથી લાભ થાય છે
ગાંધીધામ, તા. 10 : અહીંની સેવાકીય કાર્યો કરતી સંસ્થા ગાંધીધામ લાયન્સ ક્લબ દ્વારા યોજાયેલી ત્રિદિવસીય આંતર- રાષ્ટ્રીય કાર્યશાળાનું સમાપન થયું હતું. સમાપન સમારોહમાં મુખ્ય- અતિથિપદેથી બોલતાં શિપિંગ ઉદ્યોગકાર બી.કે. મનસુખાણીએ શિબિરમાં ભાગ લેનારા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સેમિનારના આયોજનથી ગાંધીધામ સંકુલને શિક્ષણ ક્ષેત્રે નવું જાણવા મળ્યું છે, તેનો પૂરેપૂરો લાભ ભાવિ પેઢીને મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લાયન્સના બીજા વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર ધીરેન મહેતા, પ્રીતિ ઝવેરી, સહર્ષા મહેતાએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યાં હતાં. પ્રમુખ સંજય જગેશિયાએ સ્વાગત પ્રવચનમાં સૌ મહેમાનોને આવકાર્યા હતા.  શિબિરના માર્ગદર્શક પ્રીતિ ઝવેરીએ આત્મવિશ્વાસ કેળવવાની ક્ષમતા, નેતૃત્વ કરવાની ભાવના, પ્રભાવપૂર્વક વાત કરવી, જીવનનું ધ્યેય નક્કી કરવું, વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ કરવું, નશીલા પદાર્થોથી કેમ દૂર રહેવું તે સહિતની બાબતો અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. શિબિરમાં જોડાયેલા  શિક્ષકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં. આ વેળાએ લક્ષ્મણ દરિયાણી, હેમંત ભટ્ટ, ગિરધર વિધાણી, ગુલ દરિયાણી, લાયન્સ મંત્રી લલિત ધલવાણી, પ્રોજેક્ટ ચેરપર્સન રિચા દયારામાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભાગ લેનારા શિક્ષકોમાંથી મહેશ ગઢવી, એકતાસિંહ, સુધા એન્ડ્રયુએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. સંચાલન રાજેન્દ્ર આસવાણી અને આભારવિધિ ડિમ્પલ આચાર્યએ કર્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer