ભુજમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરનો 12મો વાર્ષિકોત્સવ ઊજવાયો

ભુજમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરનો 12મો વાર્ષિકોત્સવ ઊજવાયો
ભુજ, તા.10 : તાજેતરમાં અહીંના સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરનો 12મો વાર્ષિક મહોત્સવ શાળાના પ્રાંગણમાં યોજાયો હતો. જેમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારી દીકરીઓ તથા શિક્ષકોને સન્માનિત કરાયા હતા.  પ્રારંભે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય બાદ કન્યાઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું, સંસ્થાના મંત્રી લક્ષ્મણભાઈ શિયાણીએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ઉપપ્રમુખ પ્રવીણભાઈ પિંડોરિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. શાળાની દીકરીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. તેમજ શાળામાં રમત-ગમત, સાંસ્કૃતિક તથા અભ્યાસ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારી દીકરીઓને સન્માનિત કરાઈ હતી. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.બી. જાડેજાએ ઉદ્દબોધનમાં સૌને પ્રોત્સાહિત કર્યા હતા. મંદિરના કોઠારી રામજીભાઈ વેકરિયાએ મંદિર વતી વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રત્નાકરભાઈ કેરાઈ, સહમંત્રી લક્ષ્મણભાઈ હીરાણી, ઓફ્રેડ હાઈસ્કૂલના આચાર્ય ભૂપેન્દ્ર વાઘેલા, શાળા-કોલેજના આચાર્ય, હોસ્ટેલના ગૃહમાતા, શિક્ષકો, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અનિલભાઈ ગોરે આભાર વિધિ કરી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer