ડોણના મેગા કેમ્પમાં 171 દર્દીએ લાભ લીધો

ડોણના મેગા કેમ્પમાં 171 દર્દીએ લાભ લીધો
માંડવી, તા. 10 : તાલુકાના ડોણ ગામે યોજાયેલ મેગા મેડિકલ કેમ્પનો 171 દર્દીઓએ લાભ લીધો હતો. માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટર  તથા પ્રિન્સ પરિવાર હસ્તે મુલચંદભાઇ છેડા તથા અરવિંદભાઇ છેડા (ડોણ હાલે મુંબઇ)ના ઉપક્રમે  પ્રાથમિક શાળામાં કેમ્પ જનકલ્યાણના પ્રમુખ કિરણકુમાર સંઘવીના પ્રમુખસ્થાને યોજાયો હતો. નવનીત પરિવારના બિપિનભાઇ?ગાલા, મુખ્ય અતિથિ રહ્યા હતા. પ્રિન્સ પરિવારના અરવિંદભાઇ છેડા અને નિર્મળાબેન છેડા (ડોણ હાલે મુંબઇ)ના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું.પ્રારંભમાં માંડવી તાલુકા લઘુમતી સેલના પ્રમુખ અભુભખરભાઇ ચાકીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ નિ:શુલ્ક મેગા આરોગ્ય કેમ્પમાં જનરલ ફિઝીશીયનના 21 દર્દીઓ, હાડકાંના રોગોના 41, જનરલ પ્રાથમિક તપાસના 45,  જનરલ સર્જરીના 22, ત્રી રોગના 26, દાંતના રોગના 09 અને આંખના રોગના 07 દર્દી સહિત કુલ 171 દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં 7 દર્દીઓની સોનોગ્રાફી, 22 દર્દીઓના એક્સ-રે, 35 દદીઓની સુગરની તપાસ અને 5 દર્દીઓના કાર્ડિયોગ્રામ (ઇસીજી) નિ:શુલ્ક કાઢી આપવામાં આવેલ હોવાનું  સંસ્થાના ટ્રસ્ટી અને મીડિયા કજીનર દિનેશભાઇ શાહે યાદીમાં જણાવ્યું હતું.કેમ્પમાં હાડકાંના રોગના નિષ્ણાંત ડો. ચિંતન શેઠ, જનરલ સર્જન ડો. ઝવેરભાઇ પટેલ, દાંતના રોગના નિષ્ણાંત ડો. જીનાલી સાવલા,  ત્રીરોગ નિષ્ણાંત ડો. સોનમ છેડા,  જનરલ પ્રાથમિક તપાસ માટે ડો. હર્ષદભાઇ ઉદ્દેશી, ડો. આદિત્ય ચંદારાણા, ડો. રમેશ વીરા અને ડો. જયેશ મકવાણાએ સેવા આપી હતી.કેન્સરના બે દર્દીઓની આગળની વધુ તપાસ થયેથી ઓપરેશન કરવામાં આવશે. સંચાલન શિક્ષક જિજ્ઞેશભાઇએ કર્યું હતું.આ પ્રસંગે  જૈન મહાજનના શ્રી લક્ષ્મીચંદભાઇ ગાંગજી વીરાએ માંડવીમાં છેલ્લા 26 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે કાર્યરત સંસ્થા જનકલ્યાણ?મેડિકલ સોસાયટીની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી રૂપિયા 25000નું દાન જાહેર કર્યું હતું.આ કેમ્પમાં સંસ્થાના મિત શાહ, કુલદીપ ગોસ્વામી, પૂજાબેન ઠક્કર, ગીતાબેન પટેલ, રમેશ મારવાડા, હરેશ મારવાડા, ઉમેશ નાકર, મામદભાઇ ભટ્ટી અને નવીન મહેશ્વરી સહયોગી રહ્યા હતા.સંસ્થાના ઉપપ્રમુખ ભાવનાબેન ઉદ્દેશી, મંત્રી સંજયભાઇ મહેતા, સહમંત્રી અરવિંદભાઇ શાહ, સરપંચ શેરબાનુબેન ચાકી, ઉપસરપંચ હીરાભાઇ પટણી, મહેન્દ્રસિંહ જાડેજા, માવજીભાઇ પટેલ,  ઇશાકભાઇ ચૌવાણ, શંભુભાઇ ભાનુશાલી, ભાવિનભાઇ ગણાત્રા, રામજીભાઇ દાફડા, મનજીભાઇ જોગી, સુખુભા જાડેજા,  ભીખુભા જાડેજા, બુધિયાભાઇ ભગત વગેરે સહયોગી રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer