તલાક માટે ફરી વટહુકમ લાવશે કેન્દ્ર

નવી દિલ્હી, તા. 10 : નરેન્દ્ર મોદી સરકાર ટ્રિપલ તલાકનો ખરડો સંસદમાં પસાર થઈ ન શકતા હવે ફરીથી વટહુકમ લાવશે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ટ્રિપલ તલાક મુદ્દે ફરીથી વટહુકમ લાવવામાં આવશે તેવી જાણકારી આપી હતી. સંસદનું શિયાળુ સત્ર બુધવારે સંપન્ન થયું છે અને આ દરમિયાન ટ્રિપલ તલાક ખરડો પસાર ન થતાં વટહુકમ પણ રદ થયો છે. નિયમ મુજબ વટહુકમ જારી થયા બાદ તેને સંસદીય સત્રમાં રજૂ કરવાનો રહે છે બાકી છ મહિનામાં આપોઆપ  વટહુકમ રદ થાય છે.  સંસદનું શિયાળુ સત્ર બુધવારના રોજ સંપન્ન થયું છે. જેમાં બહુચર્ચિત ટ્રિપલ તલાક ખરડો પસાર ન થઈ શકતા સરકારનો વટહુકમ પણ રદ થયો છે. જેને લઈને હવે સરકાર ફરી એક વખત ટ્રિપલ તલાક ઉપર વટહુકમ જારી કરશે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર દ્વારા ટ્રિપલ તલાકના વટહુકમની જાણકારી આપવામાં આવી હતી. નિયમ મુજબ વટહુકમ જારી થયા બાદ તેને પહેલા સંસદ સત્રમાં રજૂ કરવાનો હોય છે. જેમાં ખરડો પસાર ન થઈ શકે તો વટહુકમ છ મહિનામાં આપોઆપ રદ થાય છે.  આ સ્થિતિ ટ્રિપલ તલાક ખરડાની બની હતી. જે સંસદમાં પાસ થઈ શક્યો નહોતો.  સરકારે લોકસભામાં તો ટ્રિપલ તલાક ખરડો પસાર કરાવ્યો હતો પણ રાજ્યસભામાં વિપક્ષના વિરોધના કારણે ખરડો રજૂ થઈ શક્યો નહોતો અને ટ્રિપલ તલાકને અપરાધ બનાવતો વટહુકમ પણ રદ થયો હતો. ત્યારે હવે સરકારને ફરી વટહુકમ જારી કરવાનો રહેશે. જેથી 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ ટ્રિપલ તલાકને અપરાધ બનાવતો કાયદો જારી રહી શકે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer