મેરિ કોમ નંબર વન

નવી દિલ્હી, તા.10 : મેગ્નીફિશેન્ટ મેરીના નામથી જગ મશહૂર ભારતીય મહિલા મુક્કેબાજ એમ. સી. મેરિ કોમ તેનો રેકોર્ડ બ્રેક છઠ્ઠો વિશ્વ ખિતાબ જીતવાને લીધે ઇન્ટરનેશનલ બોક્સિંગ ફેડરેશન (એઆઇબીએ)ના વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન બોક્સર બની ગઇ છે. મણિપુરની આ મહાન મહિલા મુક્કેબાજે નવેમ્બરમાં દિલ્હીમાં રમાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિલો વર્ગમાં છઠ્ઠીવાર ચેમ્પિયન બની હતી. આથી તે ટૂર્નામેન્ટના ઇતિહાસની સૌથી સફળ મુક્કેબાજ બની ગઇ હતી. હવે એઆઇબીએની નવી ક્રમાંક સૂચિમાં મેરિ કોમ 48 કિલો વજન વર્ગમાં 1700 રેટિંગ સાથે નંબર વન પર પહોંચી ગઇ છે. 2018ના વર્ષમાં 36 વર્ષીય મેરિ કોમે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ અને પોલેન્ડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. એઆઇબીએની નવી ક્રમાંક સૂચિમાં ભારતની પિન્કી જાંગડ પ1 કિલો વર્ગમાં 8મા નંબર પર છે. પ7 કિલો વર્ગમાં સોનિયા લાઠેર બીજા નંબર પર પહોંચી છે. મેરિ કોમે 2020ના ટોકિયો ઓલિમ્પિકમાં રમવા માટે પ1 કિલો જૂથમાં રમવું પડશે, કારણ કે ઓલિમ્પિકમાં 48 કિલો વર્ગ સામેલ નથી.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer