રોહિતે ધોનીને વર્લ્ડકપ ટીમનો મહત્ત્વનો ખેલાડી ગણાવ્યો

સિડની તા.10: ભારતીય વન ડે ટીમના ઉપસુકાની રોહિત શર્માએ આજે અહીં જણાવ્યું છે કે ભારતની વર્લ્ડ કપની ટીમ લગભગ સુનિશ્ચિત થઇ ચૂકી છે, આમ છતાં કોઇ પણ ખેલાડીઓ પોતાના સ્થાનને લઇને ઓવર કોન્ફિડન્સમાં રહેવાની જરૂર નથી. કારણ કે ખરાબ ફોર્મને લઇને કોઇપણ ખેલાડી બહાર થઇ શકે છે. રોહિતે કહ્યું કે જે ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આગામી વન ડે શ્રેણીમાં ભાગ લેશે એમાં એક કે બે ફેરફાર થઇ શકે છે. જે આવનારા મહિનાઓમાં ખરાબ ફોર્મ અને ઇજા પર નિર્ભર રહેશે. જે ટીમ બાકીની 13 વન ડેમાં રમશે તે જ ટીમ મોટાભાગે વર્લ્ડ કપ રમવા ઇંગ્લેન્ડ જશે. ફોર્મ અને ફિટનેસને લઇને કેટલીક  ચિંતાઓ રહેશે. મારું અંગત માનવું છે કે કોઇ મોટા ફેરફાર જોવા મળશે નહીં. અનુભવી વિકેટકીપર એમએસ ધોની વિશે ઉપસુકાની રોહિત શર્માએ કહ્યંy કે વિશ્વ કપમાં ધોની મહત્ત્વની ભૂમિકા ભજવશે.  તે ટીમમાં સાથે રહેવાથી ખેલાડીઓ રાહત અનુભવે છે. તે ટીમને સારી રીતે માર્ગદર્શન આપે છે. ધોનીની હાજરીથી ટીમની બેટિંગ ઊંડાઇ વધે છે. તેનું ફિનિશિંગ ટચ મહત્ત્વનું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer