રતનાલમાં 13મીથી આહીર પ્રીમિયર લીગનો આરંભ

રતનાલ, તા. 10 : અહીંના સંતશ્રી વલ્લભદાસજી સ્ટેડિયમ ખાતે તા. 13-1થી રતનાલ સ્પોર્ટસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આહીર  પ્રીમિયર લીગનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં 32 ટીમે ભાગ લીધો છે. તા. 13-1ના સવારે 9-30 વાગ્યે પ્રારંભિક મેચ રમાશે. પ્રથમ મેચ ગુરુકૃપા ટીમ વિ. મોગલ માધાપર વચ્ચે રમાશે. દર રવિવાર અને જાહેર રજાના દિવસે આ સિઝન દડાની ક્રિકેટ ટૂર્ના. રમાશે. દીપ પ્રાગટય ત્રિકમદાસજી મહારાજ કરશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer