એન.એ.સી. ક્લબ-કચ્છ દ્વારા શિમલા (હિમાલય) ખાતે ટ્રેકિંગનું આયોજન

ભુજ, તા. 10 : એન.એ.સી. કલબ-કચ્છ દ્વારા શિમલા (હિમાલય)માં ટ્રેકિંગનું આયોજન કરાયું છે. નેચર એન્ડ એડવેન્ચર કલબ-કચ્છ દ્વારા આગામી ઉનાળુ વેકેશન - મે મહિનામાં દિલ્હી સ્થિત `અન ચાર્ટર્ડ ટ્રેઈલ'ના સહયોગથી શિમલા-હિમાલય પ્રદેશના રમણીય સ્થળ નજીક લગભગ 13,500 ફીટની ઊંચાઈ પર આવેલા ચંદ્રનહાલ લેક પર ટ્રેકિંગનું આયોજન કરાયું છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ટ્રેકિંગ, હાઈકિંગ અને કલાઈમ્બિંગ જેવી પ્રવૃત્તિઓ કરાવાશે તેમજ એક દિવસીય રોકાણ શિમલામાં રખાયું છે. આ પ્રોગ્રામમાં 14 વર્ષની ઉપરના સાહસિકોએ વધુ વિગત માટે ભુજ : ઉર્મિશ સચદે-252672, વીનુ મહેતા 99250 38756, અંજાર : રાજા દક્ષિણી 94262 17937, માંડવી : રાજીવ શાહ 99980 97968, મુંદરા?: જયના શેઠ 94270 15285, ગાંધીધામ : મિહીર સાવલા 98791 24066, ભચાઉ?: પ્રભુ આહીર 98988 19545નો સંપર્ક કરવો. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer