કચ્છના 50 હજાર વંચિત બાળક માટે ભુજમાં ધમધમશે રસોડું

ભુજ, તા. 10 : દેશનું કોઇપણ બાળક કુપોષણના કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા લક્ષ્ય સાથેના અભિયાનના ભાગરૂપે 19મી જાન્યુઆરીના દિવસે ભુજમાં શિવપારસ સામે ગુજરાતના છઠ્ઠા અને કચ્છના પ્રથમ `અક્ષયપાત્ર' કેન્દ્ર તળે પોષક આહાર માટે રસોડું ધમધમતું થશે. પોષક આહારના અભાવે શિક્ષણથી વંચિત રહી જતા કચ્છના 50 હજાર બાળકોને ગરમાગરમ ભોજન વિનામૂલ્યે જમાડવાની પ્રેરક પહેલ હાથ?ધરાશે. મૂળ માંડવીના અને અત્યારે કેનેડામાં સ્થાયી થયેલા દિલેર દંપતી એવા સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના સ્થાપક મનુ શાહ અને રિકા શાહે ભુજ બાદ આવતા વર્ષથી મુંદરા અને માંડવીમાં શરૂ?થનારા આવા કેન્દ્રો માટે 10 લાખ?ડોલરનું માતબર દાન આપ્યું છે. ભુજમાં `અક્ષયપાત્ર'ના ઉદ્ઘાટન પ્રસંગે આ દાનવીર દંપતીની સાથે બી.કે.ટી. ટાયર્સના અધ્યક્ષ અને એમ.ડી. અરવિંદ પોદાર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer