નાગ્રેચાના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરાઇ

માંડવી, તા. 10 : તાલુકાનાં નાગ્રેચાના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ છે. ગ્રામ પંચાયતનો જ્યારે વર્તમાન સમિતિને હવાલો મળેલો છે ત્યારે રૂા. 14.92 લાખ પંજાબ બેંકમાં તથા રૂપિયા 2.52 લાખ કે.ડીસી.સી. બેંકમાં સિલક હતી તેમજ વિવિધ ગ્રાન્ટોની રકમ અંગે સરપંચના પતિ વહીવટ ચલાવી રહ્યાના લેખિત આક્ષેપો તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર, ડી.ડી.ઓ. ભુજ, તા.પં. પ્રમુખ માંડવી, મામલતદાર માંડવી વિગેરેને મોકલાવ્યા છે. ઉપસરપંચ તથા અન્ય સભ્યોને જાણ કર્યા વગર અનેક ઠરાવો કરાયા છે. સરપંચ તથા તલાટીની સાઠગાંઠથી ગેરરીતિ આચરવામાં આવે છે. 125 શૌચાલયો અંગે જી.એમ.ડી.સી.વાળા સર્વે કરી ગયા છે વિગેરે અનેક બાબતે ઉગ્ર રજૂઆતો કરાઇ છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer