ગાંધીધામમાં વધુ એક નિવૃત્ત કર્મચારી સાથે વીમાના નામે રૂા. 27,90,000ની ઠગાઇ

ગાંધીધામ, તા. 10 : શહેરના ભારતનગર વિસ્તારમાં ઝૂલેલાલ સોસાયટીમાં રહેતા એક નિવૃત્ત રેલવેકર્મી પાસેથી 12 જુદી જુદી પોલિસીઓ લેવડાવી તેમની આ પોલિસીના પૈસા પરત ન આપતાં એક મહિલા સહિત આઠ લોકો વિરુદ્ધ રૂા. 27,90,000ની ઠગાઇ-?છેતરપિંડીની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરમાં સપનાનગર બાજુ રહેતા એક નિવૃત્ત આર્મીમેન સાથે વીમાના નામે લાખોની ઠગાઇ બાદ રેલવેના નિવૃત્ત કર્મચારી સાથે પણ?આવો જ બનાવ બન્યો હોવાનું પ્રકાશમાં આવતાં ભારે ચકચાર પ્રસરી છે. ભારતનગરમાં રહેતા ચંદ્રપાલસિંઘ અમરસિંઘ?રાઘવ (રાજપૂત) નામના વૃદ્ધ વરસો પહેલાં નિવૃત્ત?થયા હતા. રેલવેના આ નિવૃત્ત કર્મચારીને બે વર્ષ પહેલાં અમિત નામના શખ્સનો ફોન આવ્યો હતો. પોતે વીમા અધિકારી હોવાનું કહી તમારી આઇ.સી.આઇ.સી.આઇ.માં જે વીમા પોલિસી છે તેના તમને પૈસા નહીં મળે, એજન્ટ પૈસા નહીં આપે, કમિશન ખાઇ જશે વગેરે વાતો કરી હતી. અને ભારતીય એક્સા લાઇફ ઇન્સ્યોરન્સ, ફ્યુચર જનરલ લાઇફ?ઇન્સ્યોરન્સ, એક્સાઇડ લાઇફ ઇન્સ્યોરન્સ તથા એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યોરન્સના નામે ફરિયાદીના પરિવારજનોના નામે 12 પોલિસીઓ લેવડાવી હતી, જેના પૈસા આ વૃદ્ધે અલગ અલગ તારીખે આરોપીઓને આપ્યા હતા. રૂા. 25,90,000ની આ પોલિસીઓ લીધા બાદ ફરિયાદીને શક જતાં ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલોપમેન્ટ ઓથોરિટીના અનુરાગ બાજપાઇ?નામના શખ્સનો ફોન આવ્યો હતો અને પોતે પૈસા પરત અપાવવાની ખાતરી આપી હતી. અને બાદમાં હૈદરાબાદ દેના બેંકના મેનેજર આર. કે. મિશ્રાનો ફોન આવ્યો હતો અને તમારી ફાઇલ તૈયાર થઇ?ગઇ હોવાનું કહી તમારી પોલિસીના રૂા. 51,51,300 તમને પરત મળશે તેવું જણાવ્યું હતું. પરંતુ આ રકમ મેળવવા માટે ટેક્સ-જી.એસ.ટી.ના પૈસા ભરવાનું કહ્યું હતું અને બાદમાં ફંડ રિલીજિંગ વિભાગમાંથી મંજુ અરોરા નામની મહિલાનો ફોન આ વૃદ્ધને આવ્યો હતો અને ટેક્સના પૈસા નહીં ભરો તો પોલિસીની રકમ નહીં મળવાનું કહ્યું હતું. દરમ્યાન, હતાશ-પરેશાન એવા આ વૃદ્ધે તેમના કહેવા મુજબ ચંદન શર્મા નામના શખ્સના ખાતામાં રૂા. બે લાખ?જમા કરાવ્યા હતા. વિશ્વાસઘાત-ઠગાઇ કરનાર આ અમિત, અજિતસિંઘ, અભિજિત રાજપૂત, પ્રદીપ, આર.કે. મિશ્રા, અનુરાગ બાજપાઇ, મંજુ અરોરા અને ચંદન શર્મા વિરુદ્ધ રૂા. 27,90,000ની પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ?ધરી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer