પડાણા નજીક ટ્રેઇલરની હડફેટે બાઇકચાલક યુવાનનું મોત

ગાંધીધામ, તા. 10 : તાલુકાના પડાણા ગામ નજીક ગાયત્રી પેટ્રોલ પંપની સામે ટ્રેઇલરે બાઇકને હડફેટે લેતાં વિજયન ઓ.કે. સાક્રુની નામના યુવાનનું મોત થયું હતું. પડાણા નજીક ધોરી માર્ગ ઉપર ગઇકાલે સવારે આ અકસ્માત સર્જાયો હતો. વિજયન નામનો યુવાન બાઇક નંબર જી.જે. 12-બી.જી. 9852થી જઇ રહ્યો હતો. ત્યારે ટ્રેઇલર નંબર જી.જે. 12 એક્સ. 2349એ આ બાઇકને હડફેટમાં લેતાં યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ યુવાનને સારવાર અર્થે ખસેડાયા બાદ સમી સાંજે તેણે સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. આ અંગે મધુ દેવરાજને ટ્રેઇલરચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer