દુકાળગ્રસ્ત ખેડૂતોની નુકસાની સહાયની અરજીઓ 15મી જાન્યુ. સુધી સ્વીકારાશે

ભુજ, તા. 10 : કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષ 2018-19માં દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં અછતગ્રસ્ત ખેડૂતોને બે હેકટર સુધીની કૃષિ ઈનપુટની સહાય આપવાનું ઠરાવાયેલું છે. અસરગ્રસ્તોને કૃષિ ઈનપુટ સહાયની અરજી કરવા પૂરતી સમયમર્યાદા મળી રહે તથા ભવિષ્યમાં કોઇ અરજદારની અરજી રહી ન જાય તે માટે આવી નુકસાની સબબની અરજીઓ સ્વીકાર કરવા કટ ઓફ ડેટ આગામી તા. 15/1 છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને નિયત નમૂનામાં અરજી ફોર્મ જરૂરી વિગત ભરીને તેની સાથે 8અ, 7/12ની ચાલુ સાલના પાકના વાવેતરની નોંધ સાથેની નકલ, આધાર કાર્ડ તથા બેંક પાસબુકની નકલ આઇ.એફ.એસ.સી. કોડ સાથે / રદ કરેલા ચેક જોડીને આપવાની તા. 15/1 નક્કી થઇ છે. અસરગ્રસ્ત ખેડૂત તા. 15/1 સુધીમાં જે તે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી પાસે અરજી ફોર્મ જમા કરાવવાના રહેશે તેમજ ફોર્મ ભરવા અંગે સંબંધિત ગ્રામસેવક પણ મદદરૂપ થશે. અત્યાર સુધીમાં અસરગ્રસ્ત ખેડૂતોના કુલ 81,498 અરજી ફોર્મ મળી ચૂકયા છે અને આ કાર્ય સુચારુ અને ઝુંબેશના રૂપમાં ચાલુ છે. રાજ્ય સરકાર કક્ષાએ ગ્રાંટ ઉપલબ્ધ થઇ છે, જેના ચૂકવણાની કાર્યવાહી ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે. ફોર્મ ભરવા, સ્વીકારવા, ચકાસણી કરવા તેમજ તેના તાત્કાલિક ચૂકવણા કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી દ્વારા સરકાર કક્ષાએ અન્ય જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લામાં આ કામગીરી માટે વધારાના ગ્રામસેવકોની માગણી કરી હતી તેમજ જિલ્લા વિકાસ અધિકારીના સઘન પ્રયાસોથી અધિક વિકાસ કમિશનર, ગાંધીનગર દ્વારા આણંદ જિલ્લામાંથી-20, અરવલ્લી જિલ્લામાંથી 5, જૂનાગઢ જિલ્લામાંથી 10, સાબરકાંઠામાંથી 10, સુરત જિલ્લામાંથી 10 મળી કુલ 95 ગ્રામસેવકોને અછતની કામગીરી સંદર્ભે ક્રોપ ઈનપુટ સબસિડી ચૂકવણા સારુ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ડેપ્યુટેશન પર મૂકેલા છે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી-કચ્છની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer