ગાંધીધામથીકુંભ મેળા સ્પે. ટ્રેન દોડાવાશે

ગાંધીધામ, તા. 10 : પશ્ચિમ રેલવે દ્વારા  અલ્હાબાદ ખાતે યોજાનારા કુંભમેળા માટે સૌપ્રથમ  વખત ખાસ ટ્રેન ગાંધીધામ અલ્હાબાદ વચ્ચે દોડાવવમાં આવશે. રેલવે પ્રશાસન દ્વારા કુંભમેળામાં જવા માટે શ્રદ્ધાળુઓને સરળતા રહે તે હેતુથી ગુજરાતના વિવિધ શહરોથી અલ્હાબાદની કુંભમેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ગાંધીધામથી પણ ટ્રેનની બે ટ્રીપ દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આ ખાસ ટ્રેન ગાંધીધામ-અલ્હાબાદ (09471) તા.15 ફેબ્રુઆરી અને 3 માર્ચના દોડાવાશે. આ ટ્રેન ગાંધીધામથી શુક્રવારે રાત્રિના 11.15 વાગ્યે ઉપડી શનિવારની મધરાત્રે 4.10 વાગ્યે અમદાવાદ, 10.30 વાગ્યે રતલામ, સાંજે 4 વાગ્યે કોટા, રવિવારે મધરાત્રે 1.30 વાગ્યે આગ્રા ફોર્ટ  અને સવારે 9.45 વાગ્યે અલ્હાબાદ પહેંચશે. એ જ રીતે અલ્હાબાદ ગાંધીધામ (09472) 17 ફેબ્રુઆરી અને 3 માર્ચના રવિવારે સાંજના 6.45 વાગ્યે અલ્હાબાદથી ઉપડી સોમવારે મધરાત્રે 4.35 વાગ્યે આગ્રા ફોર્ટ, 11.40 વાગ્યે કોટા, સાંજે 6.20 વાગ્યે રતલામ, મંગળવારે મધરાત્રે 2 વાગ્યે અમદાવાદ અને સવારે 8.20 વાગ્યે ગાંધીધામ પહોંચશે. બન્ને દિશાઓમાં આ ટ્રેન સામખિયાળી, વીરમગામ, અમદાવાદ, ગેરતપુર, નડિયાદ, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, વિક્રમગઢ, આલોટ, ભવાનીમંડી, કોટા, લખેરી, સવાઈ માધેપુર, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, અને કાનપર સેન્ટ્રલ સ્ટેશન ઉપર રોકાશે. ખાસ ટ્રેનનું રિઝર્વેશન તમામ રિઝર્વેશન સેન્ટરો અને આઈ.આર.સી.ટી.સી.ની વેબસાઈટ ઉપર 13 જાન્યુઆરીથી થઈ  શકશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer