ભુજના સાત સ્લમ વિસ્તારોને અનેક સમસ્યાઓનો ઘેરો

ભુજના સાત સ્લમ વિસ્તારોને અનેક સમસ્યાઓનો ઘેરો
ભુજ, તા. 15 : આઝાદ સંગઠન-ભુજ દ્વારા શહેરના સાત જેટલા સ્લમ એરિયાના લોકો પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા માટે માનવ અધિકાર દિવસે નગરપાલિકામાં પહોંચ્યા હતા પરંતું કોઈ અધિકારી કે જવાબદાર પ્રતિનિધિ હાજર ન હોતાં ધક્કો પડયો હતો. ભુજના રામદેવનગર, ભીમરાવનગર, દીનદયાલ,  વાંસફોડા, કોલીવાસ, જૂની રાવલવાડી, ભીમરાવનગર-2, ભુજના વિસ્તારના 30?જેટલા આગેવાનો ગટર, રસ્તા, રોડલાઈટ, કચરાપેટી તેમજ રહેઠાણના મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ સમસ્યાઓ ઉકેલવા અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપરોક્ત વિસ્તારની મુલાકાત લે તથા પ્રશ્નોનું નિરાકરણ કરે, જો પ્રશ્નોનું હલ નહીં થાય તો આગામી દિવસોમાં વિસ્તારના લોકો ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવશે તેવું સંગઠનના કન્વીનર રામજી સોલંકીની યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer