મા શારદામણિજીના ગુણો જીવનમાં ઉતારવા અંજારમાં મહિલાઓને શીખ

મા શારદામણિજીના ગુણો જીવનમાં ઉતારવા અંજારમાં મહિલાઓને શીખ
અંજાર, તા. 15 : શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ પ્રેરિત રામકૃષ્ણ શારદા સેવાશ્રમ સંચાલિત મા શારદા સીવણ કેન્દ્ર અંજારમાં રામકૃષ્ણ મિશનના શારદાપીઠના સાધ્વીજીનાં સાંનિધ્યમાં આધ્યાત્મિક વક્તવ્ય અને સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જરૂરતમંદોને રાશનકિટ, સિલાઈ મશીન અપાયાં હતાં.આ પ્રસંગે મા શારદા સીવણ કેન્દ્રના ભાવનાબેન જોષીએ પ્રાર્થના રજૂ કરી હતી. આ સંસ્થાના પ્રમુખ નયનાબેન ભટ્ટે મા શારદા સીવણ કેન્દ્રની પ્રગતિનો અહેવાલ આપ્યો હતો. 100 જેટલી તાલીમાર્થી બહેનોએ તાલીમ મેળવેલી તે અંગેની વિગતો આપી હતી. મહિલાઓને સ્વર્નિભર થવા શીખ આપી હતી.આ પ્રસંગે શારદા પીઠના સંન્યાસી અને મઠના અધ્યક્ષા નિખિલપ્રાણા માતાજીએ સંસ્થા મા શારદા સીવણ કેન્દ્રની પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ આશીર્વચન આપ્યા હતા તથા ધ્યાનપ્રાણા માતાજીએ ભક્તિસભર પ્રવચન આપ્યું હતું. કેન્દ્રના બહેનોના જીવનના પ્રશ્નોનું આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું અને શારદા માતાના જીવનનું પુસ્તક વાંચન કરી મા શારદામણિના ગુણોને જીવનમાં ઉતારવા શીખ આપી હતી. જપ, ધ્યાન, ભક્તિ વડે જીવનને ચરિતાર્થ કરવા જણાવ્યું હતું. તેમજ કલ્પનાબેન મહેતાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે માતાજીના હસ્તે જરૂરતમંદ વિધવા બહેનોને સિલાઈ મશીનનું વિતરણ તથા ગરમ ધાબળાનું તથા રાશનકિટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુધાબેન જિતેન્દ્ર દવે તરફથી મા શારદામણિ દેવીના જીવનચરિત્રનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સંસ્થાના સભ્યો સુરેશભાઈ છાયા, હર્ષવર્ધન વોરા, મેહુલ દવે, મગનલાલ કન્નડ, હર્ષ પૂજારા, રાજેશ સોતા વગેરે સહયોગી થયા હતા. આભારવિધિ સીવણ કેન્દ્રના સંચાલક નિશિતાબેન સોનીએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer